________________
૧૦૦ઃ મેવાડના ગુહિલે તેઓની પ્રતિષ્ઠામાં વધારો થયે હશે અને કશ્રીના રાજાઓ સાથે તેઓને સારી મિત્રી હશે.
૩. અજમેર પાસેના ગામ નાસૂણને લેખ ઈ. સ. ૮૩૦ને છે. તેમાંથી ધનિક તથા ઈશાનભટ્ટ મંડળેશ્વરો ” એટલા શબ્દ વંચાય છે. (પૃ. ૪૦૧ ). ઈશાનભટ્ટ ધનિકને પુત્ર હતો, અને ચાટ ધનિક તે જ આ નાસૂણનો ધનિક હોવાનો સંભવ છે, એમ વિધ્વંદ્વય ઓઝાશ્રીની માન્યતા છે. (પૃ. ૪૨૧, પાંદટિ પણ ૧). જે તે અનુમાન યથાર્થ હોય તો ચાટનો ધનિક ભર્તુપટ્ટથી પમી પેઢીએ અને શંકરગણુ ધનિકથી ૪થી પેઢીએ થઈ ગયો છે. શંકરગણુને કાળ ઈ. સ. ૮૫૦નો હોય તો ધનિકને કાળ ઈ. સ. ૭૯૦ને થવા જાય છે. ભિન્નમાલના રાજા નાગભટ્ટ બીજાએ ઈ. સ. ૮૧૦માં કનોજનું રાજ્ય જીતી લીધું હતું. ધનિકે તે સમયે તેના સેનાપતિ તરીકે પરાકમ કર્યું હોય તે નાગભટ્ટે તેને અજમેરની પાસેના નાસૂણ ગામની જાગીર આપી હોય, તે સંભવ છે. અર્થાત્ ધનિકના પૂર્વજો ભિન્નમાલના પ્રતિહાર રાજાઓની સૈનિકસેવા કરતા હશે, એવું અનુમાન થઈ શકે છે. ફલિત એ થાય છે કે ચાટસુના ગુહિલો આગ્રેથી ચાટસુમાં અને ત્યાંથી નાસૂણામાં ગયા ન હતા, પણ ચિતડથી ભિન્નમાલ, ભિન્નમાલથી નાસૂણુ અને ત્યાંથી ચાટસુ સુધી ગયા હતા. આગ્રા સાથે તેમાંના કેઈને કંઈ પણ સંબંધ હોવાનો સંભવ નથી.
વિદ્વદર્ય ઓઝાશ્રીની બીજી કલ્પના એવી છે કે ગુહિલવંશના પૂર્વ જે “હુણવંશી રાજા મિહિરકુલના પરાભવ પછી મેવાડના કઈ પ્રદેશ ઉપર રાજ્ય કરતા હશે, અને ત્યાંથી તેઓના વંશજેએ ધીમે ધીમે મેટું રાજ્ય જમાવ્યું (પૃ. ૩૮૯ તથા ૪૦૧). આ કલ્પના કંઈક વધારે વાસ્તવિક લાગે છે. માળષાના રાજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com