________________
આપના સ્વર્ગનિવાસથી સાહિત્યશાસ્ત્ર નિરર્થક નીવડેલ છે, અર્થાત તમેજ તે શાસ્ત્રોના પારગામી મર્મજ્ઞ હતા; એજ પ્રમાણે લક્ષણ (વ્યાકરણ) શાસ્ત્ર લક્ષણશન્ય ભાસે છે, આપના આશ્રય વિહોણા બનેલ નિરાધારા મન્ત્ર-શાસ્ત્રના મન્ટો પરસ્પર મંત્રણા કરી રહ્યા છે કે હવે આપણે તેને આધાર લે? કારણકે આપ મન્નશાસ્ત્રના અદ્વિતીય જ્ઞાતા હતા. એજ પ્રમાણે જ્યોતિષની રમલ વિદ્યાએ આપના વિયેગથી પરિણમેલ વૈરાગ્યને કારણે મુક્તિને સહારે શેઠે છે, અને હવે સિદ્ધાન્ત શાસ્ત્રો શું કરશે ? એટલે તેનું શું થશે, એની તે અમને કંઈ સૂઝજ નથી પડતી.
प्रामाणिकराधुनिकैविधेयः, प्रमाणमार्गः स्फुटमप्रमाणः । हहा! महाकष्टमुपस्थितं ते, स्वर्गाधिरोहे जिनचन्द्रसरे ! ॥
આધુનિક મીમાંસકને પ્રમાણમાર્ગ અપ્રમાણું દીસે છે, કેમકે એના વિશેષજ્ઞ હવે આ પૃથ્વીપર નથી રહ્યા, અરે શ્રી જિનચંદ્રસૂરિજી ! આપના સ્વર્ગાધિરોહણથી સમગ્ર શાસ્ત્રમાં વિરાટ ખળભળાટ મચી ગયું છે.
આ પ્રમાણે ગુણગાન કરતા કરતા શ્રીગુણચંદ્રગણિ અધીરો બની ગયા. એમનાં નયનેમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી. તેમ અન્ય સાધુઓ પણ ગુરુનેહ વિળતાને કારણે શ્રપાત કરવા લાગ્યા. ઉપસ્થિત શ્રાવકે તે વસ્ત્રાંચલથી મુખ ઢાંકીને હિબકાંજ ભરવા લાગ્યા. ચારે તરફ શોકને મહાસાગર ઉભરાઈ ગયો. કેઈને કશી સૂઝજ નહતી. ગુરુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com