________________
દ્વિતીય-પરિચ્છેદ.
*
૫૩
કુફની સિરદાર બનવા ઉદ્યોગ આદરે છે, પણ તેમ ન કરવા ખાસ સૂચના છે, કેમકે દોરા, બાધા, ઉંજણી, તાવીજથી કંઈ દરદ મટી શકતું નથી. દરદ તો સંભાળ-પથ્ય કે જરૂર પડતાં કાળજી ભરી દવાથી જ મટવાનું છે માટે સારા જાણકાર વૈદ્ય, હકીમ કે ડોકટરની દવા કરી બાળકને તન્દુરસ્તી બક્ષવી. તેમજ માત્ર ગાયનાજ દૂધ ઉપર કે “મેલીન્સફડ” નેસલ્સફડ” અથવા તે એવાજ અન્ય બનાવટી ખોરાક ઉપર પણ બાળકને ન રાખવું, નહીં તે તે ગળપણના સ્વાદને લીધે જરૂર કરતાં વિશેષ લેવાની આદત પડતાં જઠરમાં બિગાડે થશે ને તેથી ચીડિયું, રસાળ, આડાઈખોર અને આખો વખત રડ્યા કરનારૂં જ થઈ જશે, હમેશાં બાળકને ખુશમીજાજમાં રાખવાની ઈચ્છા રાખનાર માતાએ તેને બને ત્યાં સુધી પિતાનાજ ધાવણ ઉપર અગર ન છૂટકે ધાવ કે ગાય, બકરીના ઉપર બતાવી ગયેલા દૂધ ઉપર રાખવું, પણ બનાવટી ખોરાક આપી તેની વિદ્યુતને ભ્રષ્ટ કરવી નહીં. સ્વદેશી બાળકોને સ્વદેશી બનાવટની ચીજો જે ફાયદો આપે છે તે વિદેશી બનાવટની ચીજે કદી આપી શકશે જ નહીં. મનુષ્ય કે પ્રાણી માત્રને પિતાની જન્મભૂમિ, જન્મભૂમીની હવા તથા ખેરાક પાણી જેવાં માફક આવે, તેવાં અન્યભૂમીનાં કદીજ નહીં આવશે. પારકર કે થેલી પ્રદેશના માણસને અગર ગામડીઆને ગુલજાર જેવી આનંદ આપનારી મુંબઈમાં લઈ જવામાં આવે તે પણ તેને તે લખી-તાલ-ખારાપાટની કે વેરાન જેવી જન્મભૂમી ભણી નજર જતાં મુંબઈને તુચ્છ ગણવાની જ ઉમીઓ ઉદભવશે, માટે જ કહ્યું છે કે –ઝનની જન્મભૂમિ રવા નીતિ કહેવાનું એજ કે પિતાના દેશની જ હવા દેવા માફક આવે છે, માટે બને ત્યાં સુધી તેજ ઉપગમાં લેવી. ધવરાવતી વખત માતાએ બચ્ચાની ઉપર પૂર્ણ ઉમળકે-ધ્યાને ઉત્સાહ અને ણ, આનંદ અને ઉત્તમ સંકલ્પ વધારે અને તે જ્યાં લગી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com