________________
. પ્રથમ પરિચછેદ. ને સારી પેઠે એની ગેળા જેવું બનાવી ગુહ્યદ્વારમાં પહેરવી, અથવા ચેખો જવખાર વાટી ઘી સાથે કે ઉન્હા પાણુ સાથે પાવે, કિંવા તેમાં જુનાગેળ, સુંઠ, મરી, લીંડી પીપર, એલચી, તજ અને તમાલ પત્રનું વસ્ત્ર ગાળ ચૂર્ણ મેળવીને પાવું. દાળ્યદિકવાથ–
પ્રસૂતીને સુવારેગ લાગુન થાય તે માટે દાટ્યદિકવાથી આવે. દાવ્યદિકવાથ આ પ્રમાણે છે -તેલીઓ દેવદાર, ઘડાવજ, પાનની જડ, સુંઠ, લીંડીપીપર, કાયફળ, મેથ, કરિયાતું, કડુ, ઘાણ, હીમજ, ગજ પીપર, ધમાસ, ગેખરૂ, અતિવિષની કળી, ગળો, કાકડાશગી અને શાહજીરૂં એ બધું એકએક તેલ લઈ ખોખરાં કરી એના પાંચ પડીકાં કરવાં ને તેમાંથી એક પડીકું એક શેર પાણીમાં નાંખી માટીના વાસણ દ્વારા ખુલ્લાં મોંથી સાધારણ તાપથી ઉકાળી જ્યારે નવટાંક પાણી રહે ત્યારે નીચે ઉતારી તેને ગળી લઈ તેમાં મધ નાખી પાંચ દિવસ સવાર સાંજ પીવે, જેથી સુવર્ણ શરીર થાય છે. અથવા પાંચ દિવસ. સૂધી પાનમાં કસ્તૂરી ૧ રતિ ભાર દરરેજ આપવી જેથી સુવારેગ થતો નથી. ચંદ્રદર્શનવિધિ
ચોથે અગર પાંચમે દિવસે સૂતિકાગ્રહથી જુદા ભાગમાં ધાતુની ન્હાની જિન પ્રતિભા રાખી તેની અષ્ટદ્રવ્યથી પૂજા કરી, બાજોઠ ઉપર સેનાની કે ત્રાંબાની સૂર્યની મૂર્તિ રાખી નીચે લખેલ મંત્ર બોલે.
___ ॐ नमः सूर्याय सहस्रकिरणाय जगत्कर्मसाक्षिणे इह जन्ममहोत्सवे सायुधः सवाहनः सपरिच्छदः आगच्छ आगच्छ इदं अर्थ पायं बलिं गृहाण गृहाण संनिहितो भक भूव स्वाहा, जलं गृहाण गंधं पुष्पं अक्षतान् फलानि धूपं दीपं नैवेद्य मुद्रां सर्वोपचारान् गृहाण, शांतिं कुरु कुरु, तुष्टिं कुरु कुरु, ऋद्धिं वृद्धिं सर्वसमाहितं देहि देहि स्वाहा ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com