________________
પ્રથમ પરિચ્છેદ.
૨૫
ગુની-ઉત્તરા ભાદ્રપદ) અને રેવતી એ નક્ષત્ર પૈકીનું નક્ષત્ર હેય, અને મેષ મકર શિવાયનાં લગ્નમાં ગ્રહોની શુદ્ધિ જોઈને ચંદ્રસ્વર ચાલતી વખતે ગર્ભાધાન સંસ્કાર કરે. સંસ્કાર કરાવનારે ન્હાઈ પવિત્ર વસ્ત્ર પહેરી તિલક કરી સંસ્કાર કરાવનાર ગૃહસ્થને ઘેર જવું. ગર્ભવતી પણ પવિત્ર જળથી ન્હાઈ, સુંદર પવિત્ર વસ્ત્ર અલંકાર પહેરી તિલક કરી સહાગણની સાથે વાજતે ગાજતે ઈષ્ટદેવનાં દર્શન કરી ગીત ગાતાં જિનમંદિરમાં બેસેત્યાં સંસ્કાર કરાવનાર આવી સ્નાત્ર ભણાવી તે સ્નાત્રજળને પવિત્ર ઝારી-કળશમાં ભરી પછી તે બધાં પિતાના ઘેર ધામધૂમ સહિત જાય અને ગર્ભવતીના શરીરે તેની સગી–પ્રેમવતી-અખંડ કુખવાળી સુહાગણ ચંદન અતર વગેરે સુગંધી ચીજો લગાવે. તથા સંસ્કાર કરાવનાર ગર્ભવતીના વસ્ત્ર સાથે તેના પતિના વસ્ત્રથી ગાંઠ પાડે અને પછી નીચેને મંત્ર ભણી દંપતિને સમજાવે અથવા પિતાને સંકલ્પ તેઓમાં દાખલ કરે.
"ॐ अहं स्वस्ति संसारसंबंधबंधयोः पतिभार्ययोः युवयोरवियोगोस्तु भव वा सांतमाशिषा."
તે પછી પણ ધણીઆણુને અલગ અલગ પાટલા ઉ પર બેસાડી સંસ્કાર કરાવનાર હામે બેસી લાવેલું સનાત્રજળ અથવા ગુલાબ--જળ, કેવડાજળમાં મેળવી ધરે અથવા ખસના વાળાની પીછી-વાળાખૂંચીથી થોડું થોડું ગર્ભવતીના શરીર ઉપર છાંટ જાય અને નીચે લખેલ મંત્ર ૭ વાર બેલે. .. ॐ अहं जीवोसि-जीवत्वं असि-प्राणि असि-जन्मी असि-जन्मवान् असि-संसारादिसंसरनसि-कर्मवान् आसिकर्मबद्धोसि-भवभ्रांतोसि-भवभ्रमिषुरसि-पूर्णपिंडोसि-जातपांगोसि-जायमानपांगासि-स्थिरो भव-नंदीमान् भव-वृद्धिमान्
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com