________________
મહિલા મહદય. •
અમાવાસ્યા, અને આઠમ એ તિથિ હતુસ્નાન પછી આવતી હોય તે ખાસ કરીને તે તીથીએ ચતુર્થવૃત પાળવું જોઈએ. અમાસ અને પૂનમને દિવસે પૃથિવી ઉપર સૂર્ય તેમજ ચંદ્રમાનું આકર્ષણ હમેશ કરતાં વિશેષ હેય છે. કારણ કે અમાસના દિવસે ચંદ્ર સૂર્ય બેઉ સીધી લીટીમાં પૃથ્વીની એક બાજુએ અને પૂનેમેં પૃથિવીની એક બાજુ ચંદ્ર તથા બીજી બાજુએ સૂર્ય સીધી લીટીમાં હોય છે. નિયમ જ છે કે કેઈપણ પદાર્થ ઉપર એકથી વધારે વસ્તુનું આકર્ષણ જે સીધી લીટમાં થતું હોય, તે તે વિશેષ અસર કરે છે. તે મુજબ અમાવસ અને પૂનેમેં સૂર્ય ચંદ્રના એકઠા મળેલા આકર્ષણની પૃથિવી ઉપરનાં વાતાવરણ, પાણી તથા સ્થાવર જંગમ પ્રાણિયા ઉપર વિશેષ અસર થાય છે. જે સ્થળ દષ્ટિથી જાણવામાં આવતી નથી, પરંતુ વિચારષ્ટિએવાથી પ્રત્યક્ષપણે જણાઈ આવે છે. જેમકે અમાસ પૂનેમેં સમુદ્રમાં વિશેષ ભરતી તથા બીમારને વધારે તકલીફ થતી જોવામાં આવે છે, તેમાં પણ દમના આજારીને થતી પીડામાં વધારે પ્રત્યક્ષપણે જણાઈ આવે છે. એજ મુજબ અન્ય ગ્રહો પણ જ્યારે પૃથિવીની કેઈપણ બાજુએ સીધી લીટીમાં એકથી વધારે આવે છે, ત્યારે તેમનું એક મળેલું આકર્ષણ પણ પૃથિવી ઉપરના વાતાવરણ, પાણી તથા સ્થાવર જંગમ પ્રાણિ ઉપર અસર કરે છે; પરંતુ તે સૂર્ય ચંદ્ર જેટલી કરી શકતા નથી. કેમકે સૂર્ય પૃથિવી કરતાં વિશેષ મેટે છે અને ચંદ્ર વિશેષ નજીક છે. તેમજ બીજા ગ્રહો બહુ છે. અને ન્હાના કદના છે. એ મુજબ અમાસ અને પૂનેમેં સૂર્ય ચંદ્રનું એકઠું મળેલું આકર્ષણ પૃથિવી ઉપરના તમામ પ્રાણિયેના શરીર ઉપર અને બીજી પણ વસ્તુઓ જેવી કે તમામ નદિયે, તળાવો, ફળો ઉપર માઠી અસર કરતું હોવાથી એવા દિવસોમાં સ્ત્રીસંગ કરે નહીં. કેમકે તેમ થવાથી બળ ઘટે છે, ને બળ ઘટવાથી કેઈપણ પ્રકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com