SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય-પરિચ્છેદ એના ચુર્ણને ગાયના માખણમાં નાખી તાવી ઘી કરવું અને તે બાળકને પાવું જેથી બુદ્ધિ, સ્મૃતિ અને અંગબળ વધે છે. ઊંઘ ન આવતી હોય તે–તેના લમણા ઉપર ખસખસનું તેલ ચોપડવું. અથવા ખાતાં શીખ્યું હોય તે ખસખસ જરા ખવરાવવી. શરદી જણાતી હોય તે–દીને ઉકાળીને પાવે. આંચકી આવતી હોય–તે ધાણા સાકર રૂપિયા પિયાભાર લઈ પાણીમાં ઉકાળી પાવું. પેશાબ રેકાઈ જાય–તે કડવીનઈનું મૂળ પાણી સાથે ધસી પાઈ દેવું. હવાનું પ્રમાણુ , * તરતના જન્મેલા બાળકને એક વાવડીંગ જેટલી દવા આપવી. બીજે મહીને બે વાવડીંગ જેટલી એમ દર મહીને વધાયે જતાં આઠ મહીનાનું થાય તે વખતે વાલ જેટલી અને વર્ષ દિવસ પછી એથી માત્રા-વજન વધારવું. ચાલે ત્યાં સુધી ધાવણ ઉપર જ ગુજારો ચલાવનાર બાળકને રોગ મટાડવા બાળકની માતાને દવા આપવી. અને જે બાળકને દેવી જ પડે તે ધાવણ સાથે ઉપરના વજન મુજબ આપવી. દુધ અને અન્ન ઉપર ગુજારે કરનારને દુધ અને અન્ન સાથે દવા આપવી, અને અન્ન ઉપર ગુજારો કરનારને અન્ન સાથે જ દવા આપવી. કર્ણવેધ સંસ્કાર આઠમે નવમે મહીને અથવા ત્રીજે-પાંચમે સાતમે વર્ષે કાન વિંધાવવા, તથા અશ્વિની, રોહિણી, મૃગશિરા, પુનર્વસુ, પુષ્પ, ઉત્તરાફાલ્ગની, હસ્ત, ચિત્રા, અનુરાધા, ઉત્તરાષાઢા, શ્રવણ, ધનિષ્ઠા, ઉત્તરાભાદ્રપદ, અને રેવતી એ નક્ષત્ર પૈકીનું નક્ષત્ર, નંદા જયા પૂર્ણભદ્રા તિથિ પૈકીની તિથિ(૪-૮-૧૪) એ તિથિ ન હોય, અને રવિ, મંગળ, ગુરૂવાર તથા સારેગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034955
Book TitleMahimla Mahodaya
Original Sutra AuthorN/A
AuthorBalvijay Maharaj
PublisherJain Patra Office
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy