________________
અહિરૂપે વીંટાણે તરુણું, પ્રભુજીએ નાખે ઉછાળી; સાત તાડનું રૂપ કર્યું જબ, મુષ્ટિએ નાખે વાળી રે. હ૦ ૩. પાય લાગીને તે સુર ખમી, નામ ધ મહાવીર; જેવા ઇંધે વખાણ્યા સ્વામી, તેહવા સાહસ ધીર રે. હ૦ ૪. માતપિતા નિશાળે મૂકે, આઠ વરસના જાણ; ઇંદ્રતણું તિહાં સંશય ટાળ્યા, નવ વ્યાકરણ વખાણી રે. હ૦ ૫. અનુક્રમે ચાવન પામ્યા પ્રભુજી, વર્યા જશોદા રાણી; અઠ્ઠાવીશ વરસે પ્રભુજીના, માતપિતા નિર્વાણ રે. હ૦ ૬. દેય વરસ ભાઈને આગ્રહે, પ્રભુ ઘરવાસે વસીયા, ધર્મપંથ દેખાડે એમ કહે, કાંતિક ઉ@સયા રે. હ૦ ૭. એક કોડ આઠ લાખ નૈયા, દિન પ્રત્યે પ્રભુજી આપે, એમ સંવત્સરી દાન દઈને, જગના દારિદ્ર દુઃખ કાપે રે. હ૦ ૮. છડી રાજ્ય અનેઉર પ્રભુજી, ભાઈએ અનુમતિ દીધી, માગશર વદિ દશમી ઉત્તરાએ, વીરે દીક્ષા લીધી રે. હ૦ ૯. ચઉનાળુ તે દિનથી પ્રભુજી, વરસ દિવસ ઝાઝેરે, ચીવર ધરી બ્રાહ્મણને આપ્યું, ખંડ ખંડ દેય ફેરે રે. હ૦ ૧૦. ઘર પરીષહ સાડાબારે, વરસે જે જે સહીયા; ઘર અભિગ્રહ જે જે ધરીયા, તે નવિ જાયે કહીયા રે. હ૦ ૧૧. શૂળપાણી ને સંગમ દેવે, ચંડકેશિક ગોશાળે, દીધાં દુઃખ ને પાયસ રાંધી, પગ ઉપર ગવાળે રે. હ૦ ૧૨. કાને ગેપે ખીલા ઠોક્યા, કાઢતા મૂકી રાટી; જે સાંભળતાં ત્રિભુવન કંખ્યા, પર્વત શિલા ફાટી રે. હ૦ ૧૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com