________________
૭૨
સખીઓ કહે શિખામણ સ્વામિની સાંભળો, હળવે હળવે બેલે હસો ખેલે ચલેએમ આનંદે વિચરતાં દોહેલાં પૂરતા, નવ મહિના ને સાડાસાત દિવસ થતાં. ૧૦
ચિત્રતણું શુદિ તેરશ નક્ષત્ર ઉત્તર, જેગે જમ્યા શ્રી વીર સુહંકર સુંદરા, ત્રિભુવન થયે ઉદ્યોત કે હરખ વધામણું, સોના રૂપાને ફૂલે વધારે સુર ઘણું. ૧૧
આવે છપ્પન કુમારિકા પ્રભુ ઓચ્છવતણે, ચળે રે સિંહાસન ઈંદ્ર કે ઘંટા રણઝણે મેળ સુરની કોડ કે સુરપતિ આવીયા, પંચ રૂપ કરી પ્રભુને સુરગિરિ લાવીયા. ૧૨
એક કેડ સાઠ લાખ કળશ જળશું ભર્યા, કેમ સહેશે લઘુ વિર કે ઈ સંશય ધર્યા, પ્રભુ અંગૂઠે ચાંયે મેરુ અતિ થડથડ્યો, ગડગડ્યા પૃથ્વી લેક જગત જન લડથડ્યો. ૧૩
અનંત બળ પ્રભુ જાણી ઇંદ્ર ખમાવીયા, ચાર વૃષભના રૂપ કરી જળ નામીયા; પૂજી અચી પ્રભુને માય પાસે ધરે, ધરે અંગૂઠે અમૃત ગયા નંદીશ્વરે. ૧૪
ઢાળ ત્રીજી
(દેશી હમચડીની) કરે મહેચ્છવ સિદ્ધારથ નૃપ, નામ ધર્યું વર્ણમાન, દિન દિન વાધે પ્રભુ સુરતરુ જેમ, રૂપકળા અસમાન રે. હમચડી. ૧. એક દિન પ્રભુજી રમવા કારણ, પૂર બાહિર જબ આવે, ઇંદ્રમુખે પ્રશંસા સુણીને, મિથ્યાત્વી સુર આવે રે. હ૦ ૨
૧. મેળ-એકત્ર કરીને ૨. મેરુપર્વત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com