________________
પિતાને જમણે હાથ સમજે છે, પત્ની તે મને પ્રાણસમાન પ્યાર કરે છે અને બચી પ્રિયદર્શના મને જોઈ ઉલ્લાસથી એવી કૂદવા માંડે છે કે હું કેવાય વિચારોમાં મગ્ન હાઉ તેય મારું ધ્યાન ખેંચી જ લે છે. મારે એને ખેાળામાં લેવી જ પડે છે. અડધી ઘડી મારી બધી ગંભીરતાને તે ઉથલાવી નાખે છે. આ બાબના સુવર્ણ સંસાર છેડવાનું કેને મન થાય ! છોડવાની વાત કહું તો લોકો આશ્ચર્યમાં ડૂબવા લાગશે. પણ આ તરફ એમનું ધ્યાન જ જતું નથી કે આ બધું ચિરસ્થાયી નથી અને ન બધાના ભાગ્યમાં નિર્માણ થયું છે. એ હાઈ પણ શકે નહિ. બધા રાજા થઈ જાય તો રાજ્ય કેના ઉપર હેાય? બધા માલિક થઈ જાય તો સેવક કેણુ હોય ? અતઃ બધાને મારા જેવી પરિસ્થિતિ મળી શકતી નથી; તો આ અસ્વાભાવિક સ્થિતિથી જગત કેવી રીતે સુખી થઈ શકે? સ્થિતિ એવી હેવી જોઈએ કે કોઈ કેઈની ઉપર સવાર ન હોય; સેવા, જ્ઞાન, તપ, ત્યાગની મહત્તા હોય, પણ કુલની, ધનની, વંશપરંપરાની, અધિકારની મહત્તા નાશ પામેલી હોય. લેકે સ્વેચ્છાથી ગુણીઓની, ઉપકારીઓની સેવા-પૂજા-પ્રતિષ્ઠાયોગાન કરે, પણ એમાં વિવશતાની હીનતા ન હોવી જોઈએ.
જ્યાં સુધી આ બધું બને નહિ ત્યાં સુધી જગત્ સુખી થઈ શકે નહિ. સુખને આ માર્ગ મારે જગતને બતાવે છે, એ માર્ગ પર ચાલવું છે અને એને માટે પિતાના જીવનનું બલિદાન કરવું છે.
(૨) આજ ચિત્ત ઘણું ખિન્ન છે. ફરતે ફરતે આજ ગોવર' ગામની તરફ ચાલ્યા ગયા હતા. માલુમ પડયું કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com