SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરદેવનો ગૃહસ્થાશ્રમ ૧, અશાન્તિ (૧) જગત્ દુઃખી છે, એ માટે નહિ કે જીવનનિર્વાહનાં સાધન નથી; જીવિત રહેવા લાયક–પેટ ભરવા લાયક—બધું છે; પણ કમી એક જ વાતની છે કે તૃણું ભરાઈ (પુરાઈ જાય એવું જગમાં કંઈ નથી. જગત્ મુદ્ર યા કંગાલ છે એવું કંઈ નથી, પણ તૃષ્ણનું મેટું બહુ મેટું છે, એ કદિ ભરાતું નથી. એનું મેટું માપીને એટલા માપની ચીજ એમાં ભરી દેવામાં આવે તે એથી ચારગણું એ (મેટું) મોટું થઈ જાય છે. આપણે ભરતા જઈશું અને એ વધુ ને વધુ ફાટતું જશે. વિચિત્ર અનવસ્થા છે! પરંતુ જગના પ્રાણીઓ આ નથી સમજતા અને તૃષ્ણાનું માં ભરવાની નિરર્થક ચેષ્ટા દિનરાત કર્યા કરે છે, ત્યાં સુધી કે પોતાની તૃષ્ણનું મોટું ભરવા માટે તેઓ બીજાઓનાં જીવનને હેમી દે છે, એમનાં પેટની રોટી સુદ્ધાં છીનવી લે છે, એમની જીવનશક્તિને ચૂસી નાખે છે. આથી જ જગતમાં હિંસા છે, જૂઠ છે, ચેરી છે, વ્યભિચાર છે અને અનાવશ્યક સંગ્રહ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034947
Book TitleMahavir Devno Gruhasthashram
Original Sutra AuthorN/A
AuthorSatyabhakta
PublisherMandal Jain Sangh
Publication Year1955
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy