________________
: ૪ :
કીડીને પણ દંડ દેવા નથી ચાહતા.
દેવી: પણ જ્યાં સુધી હું સમજી' છું, સ'સારના સન્તમહત્ત્તાએ નારીની પરવા કીડી ખરાખર પણ નથી કરી. કમમાં કમ પત્નીના રૂપમાં તે નથી જ કરી.
મારા ચેહરા પર મુસ્કરાહટ આવી ગયુ, મેં મુસ્કાતાં કહ્યું: ફાડલા ફાડી રહ્યાં છે, દેવી ! !
દેવીએ મારાથી કમ મુકાતાં કહ્યું: હું ઠીક કહી રહી ', દેવ !
હું: તમારું કહેવું નિરાધાર નથી, પણ છે એકાન્તવાદ. એકાન્તવાદમાં આંશિક તથ્ય હાઇ શકે છે, પણ એને સત્ય કહી શકાય નહિ.
દેવી: તથ્યમાં સત્ય દેખવાની ક્ષમતા મારામાં નથી, દેવ ! હું તથ્યની તીક્ષ્ણતાથી જ એટલી ઘાયલ થઈ જાઉં છું કે સત્યને ખેાજવાની હિમ્મત જ ફૂટી જાય છે. આપ જે આજકાલ કરી રહ્યા છે એમાં પણ સત્ય તા હશે જ, પણ એને સ્વાદ મને મળવા પામતા નથી. આ નાળિયેરની તથ્યરૂપી જટાએથી જ મારી જીભ એટલી છેાલાઈ જાય છે કે સત્યના ગર (ટાપરા) સુધી પહેાંચવાની હિમ્મત જ નથી રહેતી.
હું: પણ એ (સત્ય દેખવાની) ક્ષમતા જરૂરી છે, દેવી ! નહિ તે નિરક કષ્ટ જ પલ્લે પડશે.
દેવી: આપ જે પ્રકારે ઉચિત સમજો તે પ્રકારે આ કષ્ટથી મારી રક્ષા કરો. મારી ધૃષ્ટતાને કારણે આપ આ પ્રકારે ફટ્ટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com