________________
આખું જગત એની હાંસી ઉડાવશે ! એનાં સુહાગચિહુને એને પૂછશે-હવે અમારે બોજો શા માટે?
હવે તું જ બતાવ, એની આવી દુર્દશા દેખી મને કેમ તે નીંદ આવશે? કેમ અનાજ ગળે ઊતરશે? આંસુ વહાવતાં વહાવતાં તો આંખનાં આંસુ પણ સુકાઈ જશે, પછી આ સૂકી અને ફાટેલી આંખોથી કેમ દુનિયા દેખી શકીશ ? શું જીવનના અન્તમાં મારે આ નરયાતના સહેવી પડશે ? માટે બેટા ! તારે જે કરવું હોય તે કર, આધ્યાત્મિક જગતને મહેલ ખડે કર, પણ તે બધું મારી ચિતા ઉપર. મારી ચિતા યા મારી લાશ બધે જે ઉઠાવી લેશે, પણ આ બૂઢી મામાં એટલી શક્તિ નથી, બેટા! મારી જિન્દગી સુધી તો તારે ઘરમાં જ રહેવું પડશે.
આ પ્રમાણે કહીને માએ ઠીક-ઠીક જોરથી મારે હાથ પકડી લીધે, જાણે કે તેઓ કેટ્ટપાલ (કેટવાળ) હોય અને હું કેદી !
પછી તેઓ બોલ્યાં કહ! કહે ! બેટા! શું આ બૂઢિયા માને કમજોર હાથ ઝટક દઈ છોડાવવા ચાહો છે ?
હવે હું કહેત શું ? સાંકળ તેડી શકતું હતું, પણ વાત્સલ્યમયી માતાને હાથ છોડાવવાની શક્તિ ક્યાંથી લાવત ? માના હાથને ઝટકે દેવા માટે મનુષ્યતાનું બલિદાન જોઈએ, પશુતાને ઉન્માદ જોઈએ, તે મારામાં નથી, આવી પણ શકે નહિ. એટલે મેં કહ્યુંઃ તમારે હાથ છોડાવવાની શક્તિ મારામાં નથી મા! અતઃ હું તમને વચન આપું છું કે તમારા જીવનપર્યત હું નિષ્ક્રમણ નહિ કરીશ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com