________________
(૧૧) કંઈક ક્રોધથી કંઇક તિરસ્કારથી એનું સુંદર શરીર કંપતું હતું, એ ગાર વદન ઉપર ક્રોધની રક્તવણુંય છાયા છવાઈ રહી હતી. ને શ્યામ મુખવાળી શ્યામા પોતાની શેઠાણને દુ:ખમાં દિલાસો દઈ રહી હતી.
મગધની તે સમયની સર્વ શેભાના સ્થાન રૂ૫, સમગ્ર એશ્વર્ય યુક્ત એવા પાટલીપુત્ર નગરના એક વિશાળ અને સ્વર્ગના વિમાનને પણ તિરસ્કાર કરતા ઇંદ્રભુવનમાં અત્યારે આ બન્ને સ્ત્રીઓ બેઠી બેઠી વાતો કરતી હતી. દુનીયાની રૂપવતી સ્ત્રીઓના મદને મર્દન કરનારી એક સ્ત્રી તો મહારાજ અશોકની માનિતી તિષરક્ષિતા હતી. ભારત સમ્રાટ મહારાજ અશેકની માનિતી પુત્રવતી છતાં બિચારી દુ:ખી હતી. એ અવળચંડુ વિધિ સર્વે સુખમાં પણ કંઈને કંઈ વિઘ ઉપસ્થિત કરી મનુષ્યના જીવનની મશ્કરી કરે છે. મગધરાજ અશોક નૃપતિને ઘણું રાણુંઓ હતી. એમાં આ તિષ્યરક્ષિતા મુખ્ય હતી. મહારાજ ઉપર પોતાના રૂપથી, ચાતુર્યથી ને હાવભાવથી જે પ્રભાવ પાડી શકતી એવું કૌશલ્ય અન્ય રાજ્યોમાં નહોતું. જેથી મહારાજને પ્રાણથી પણ અધિક પ્રિય હતી. રાજ્યકાર્યના પ્રસંગે પણ એને પૂછતા, એની સલાહ લઈને કાર્ય કરતા. એ માનિતીની પ્રસન્નતા માટે મહારાજ શું ન કરતા? છતાં એ કુટિલ રાષ્ટ્રને સંતોષ થતો નહી. કેમકે એનું લક્ષ્ય જુદું જ હતું. એ લક્ષ્યબિંદુ હજી સુધી માનિતી છતાં મહારાજ પાસે સિદ્ધ કરાવી શકી નહોતી. બધી વાતોમાં એની મરજી સાચવનારા મહારાજ કુણાલના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com