________________
(૨૯૪) આહા? શ્રી ભગવંતની શી જ્ઞાન શક્તિ ? આપ જેવી રીતે એનું વર્ણન કરે છે અચુક એ પ્રમાણે જ તે છે.”
તે શી રીતે જાણ્યું ?”
“ભગવન ? સાતમી ભૂમિકાએ હું વિલાસસુખમાં મગ્ન હતા ત્યાં આ અધ્યયનના શબ્દો મારા સાંભળવામાં આવ્યા. જેથી મને જાતિસ્મરણ જ્ઞાન થયું એથી હું જાણી ગયો છું કે એ વિમાનમાંથીજ હું અહીયાં આવ્યો છું. હવે પાછા ફરીને ત્યાં જવા ઈચ્છું છું. તે ભગવંત? ત્યાં શી રીતે જવાય?”
એની આવી વાણી સાંભળીને સૂરિવર વિચારમાં પડયા. એહ? શી ભવિતવ્યતા છે. ભાવી બળવાન છે?”
“વત્સ! ત્યાં જવું હોય તો દીક્ષા લેવી જોઈએ. ચાત્રિ વગર એ સ્થાન પ્રાપ્ત થઈ શકતું નથી ?”
“ મને આપ દીક્ષા આપ. મારા ઉપર એટલે અનુગ્રહ કરે? એ મારું વિમાન, એ મારી દેવાંગનાઓ, એ મારા સેવક દેવતાઓ, એ સમૃદ્ધિ, વૈભવ, ઠકુરાઈ વીગેરે આગળ આ કંઈ નથી. આ મારી સ્ત્રીઓ તો મને ડાકણ જેવી લાગે છે. માટે હું હવે સત્વર પાછો મારા સ્થાનકે જવા ઈચ્છું છું.”
વત્સ? તું હજી બાળક છે? સાધુવ્રત પાળવું એ દુષ્કર છે. લેહના ચણા ચાવવા સહેલા છે, પણ અતિચાર રહિત વ્રત પાળવું એ દેહલું છે.”
ભગવંત ? ગમે તેમ પણ હું વ્રત લેવાને ઉત્સુક છું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com