________________
(૨૮૦) કોશલ દેશના અઢાર રાજાઓ ચેડા મહારાજના સામંત હતા. તે નવ મલકી જાતિના ને નવ લેચ્છકી જાતિના હતા. તેઓએ અમાસને દિવસે પિષધ કર્યો હતે. ને પૈષધમાં પ્રભુની વાણું સાંભળતા હતા.
એ વીરમાં ભકિતમાન રાજાઓએ જીનેશ્વરના નિર્વાણ કલ્યાણકની પાછલી રાત્રે ભાવ ઉદ્યોત નાશ પામવાથી અંધકારને સહન કરવાને અસમર્થ એમણે દ્રવ્ય દીવાઓ કર્યા. તેમજ તે સમયે ભગવંતને નિર્વાણ મહોત્સવ કરવાને આવતા દેવ દેવી એના પ્રકાશથી રાત્રી તેજમય દેખાવા લાગી. તે સમયે અંધકારનો નાશ થાય એવાં રને હાથમાં લઈને દેવતાઓ બેલવા લાગ્યા કે “શ્રી જીનરાજ પ્રત્યે આ અમારું આરતી ઉતારણ થાઓ.” આ હેતુથી લોકોમાં સર્વ ઠેકાણે મેરાઈઓ (મે આરાત્રિક મારી આરતી ) એ શબ્દ પ્રસિદ્ધ થયો, લોકો પણ હાથમાં દીપક લઈને “આ મારી આરતી.” એમ બોલતા બેલતા ત્યાં આવ્યા. એ પ્રમાણે સર્વ સ્થાનકે દીવા થવા લાગ્યા. ત્યારથી પ્રતિવર્ષે એ પ્રમાણે થતું હોવાથી દિવાળીનું પર્વ પૃથ્વી ઉપર પ્રસિદ્ધ થયું. તેમજ જીનશાસનમાં કદાગ્રહવાળા એવા મિથ્યાદ્રષ્ટિ દેવતાઓ અને ભસ્મગ્રહ જે દુષ્ટપણું કરે છે, તે દૂર કરવાને પણ આ મેરાઈઆ છે. તેને અર્થ એવો થાય છે કે “શ્રી વિરપ્રભુના સંઘની આત્તિ–પીડા દૂર થાઓ.! લેકમાં એવી રીતે દીવાળી પર્વ પ્રગટ થયું.
હવે પ્રભાતના ઐતમ સ્વામી દેવશર્માને બોધીને આવ્યા. તે માર્ગમાં જ એમણે મહાવીર સ્વામીનું નિર્વાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com