________________
(૨૮) પ્રકરણ ૩૩ મું.
ગજેંદ્રતીર્થમાં આર્ય મહાગિરિ સ્વગે.
ઓહ ! કયાં રંક ભિખારી એક ટુકડા માટે ટળવળનાર, અને કયાં સંપ્રતિ ત્રણ ખંડની સમૃદ્ધિનો માલેક! જ્યારે લક્ષ્મીની અવકૃપા થાય છે. ત્યારે પુરૂષની એવી તો અધેગતિ થાય છે કે ત્રણ ત્રણ દિવસને ભૂખે છતાં એક ટુકડો માત્ર એને મળતું નથી. આહા ! શું સંસારની એ વિચિત્રતા ! એ બધા કર્મના વિલાસે છે. ગરીબ, અનાથ, તુલા, લંગડા, અંધ અપંગ માણસોની શી સ્થિતિ હશે? એમને નિર્વાહ શી રીતે ચાલતો હશે ! અરે એક રેટલાના ટુકડા માટે મને જે દુ:ખ હતું એવું દુ:ખ ગરીબોને કેમ નહીં હોય? બિચારા એ ભૂખ્યા સૂતા હશે–આખો દિવસ ભૂખ્યા રહેતા હશે. માટે મારે એમની સાર સંભાળ લેવી જોઈએ. રાજા તો ગરીબ, અનાથ અને રંક જનોને બેલી હોય છે. પ્રજાના પિતારૂપ જે રાજાની પ્રજા દુ:ખી હોય એ રાજા જ ન કહેવાય. દુ:ખી પ્રજાને દુઃખ મુક્ત ન કરી શકે તો એ માટે એને માથે જોખમદારી વધે જાય છે. માટે મારે પણ આવા અનાથ, રંક જનોને માટે કંઈક કરી જવું જોઈએ.” મહાન સંપ્રતિને એક દિવસ આ પ્રમાણે વિચાર ર્યો. પિતાનું પૂર્વજન્મનું રંકપણું યાદ આવતાં તેના સુકેમળ હૃદયમાં દયાને પ્રવાહ જોરથી વહેવા માંડ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com