________________
( ર ) વિગેરે ભેગવી શકે છે. આપણા શરીરની માફક એમનું શરીર લોહી, માંસ, હાડકાં, મજ્જા, વીર્ય વગેરે મલીનતાથી રહીત હોય છે. વળી બચપણ કે જરાવસ્થાથી રહીત એવા હમેશાં તરુણવય વાળા રહે છે. એમનું શરીર દિવ્ય વૈક્રિય પુગલોનું ને સંગધમય હોય છે. તેમજ તેજસ્વી, સૌંદર્યસંપન્ન હોય છે કે જે શરીર મનુષ્યના ભાગ્યમાં જેવાને લખાયું નથી. એવીજ સુંદર એમની દેવાંગનાઓ હોય છે. એ દેવાંગનાઓ સાથેનાં સુખ મનુષ્યના સુખ કરતાં અનેક ગણાં શ્રેષ્ઠ અને સર્વોત્તમ હોય છે.
આપણું મનુષ્યની માફક દેવતાઓના દેવાંગનાઓ સાથેના સંભોગો અલ્પ સમયમાં પરિસમાપ્ત થતા નથી. વ્યંતર જેવા દેવતાઓને પણ પ્રિયા સાથે સંભોગ કરતાં સામાન્ય રીતે પાંચ વર્ષ વીતી જાય છે. કેમકે એમને વીર્ય ન હોવાથી એવા લાંબા કાળ સંભોગ સુખમાંજ મગ્ન રહે છે. એથી ઉચ્ચ કોટીના દેવતાઓને દેવબાળાઓ સાથે મૈથુન સેવન કરતાં હજાર વર્ષ પણ વહી જાય. તે થકી અધિક આયુથવાળા દેવતાઓને પંદરસો વર્ષ પણ જતાં રહે આવે તે તેમનો સંભોગને કાળ હોય છે. એ એમને ઉત્કૃષ્ટ કાલ ગણાય છે. આટલે કાળી જતાં પણ એ દેવતાઓ ભોગથી ત્યારે જ નિવર્સે કે જ્યારે એમનું મન પાછું હટે. એમનું મન ભરાઈ જાય-ધરાઈ જાય, સંતેષ પામે એટલે એ ભોગ થકી વિરામ પામે અન્યથા તે એ ભોગોમાં ને સંગીતમાં એકાગ્રતા– આસક્તિવાળા હોય છે. એમાં ઘણું શક્તિવાળા હોવાથી શ્રમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com