________________
( ૨૪૯ ) કર્યો કે, “હે સામંતો? તમે જે મારા ભકત હો, મને સ્વામી તરીકે માનતા હે, તો મારે તમારા ધનનું પ્રયોજન નથી. તમારે દેશ તમે સુખેથી ભોગવે, પણ તમે બધા શ્રાવક–જૈન થઈ જાઓ? તમે જૈન થશે તેનાથી જેવા હું ખુશી થઈશ તે અન્ય બીજી કોઈ પણ રીતે તમે મને ખુશી કરી શકશે નહિ. તમારા દેશમાં, તમારા શહેરમાં જીનમંદિર બંધાવી જીનેશ્વરના ભકત થઈ જાઓ? તમારી પ્રજાને પણ એ રસ ચખાડે ! બધી દુનીયામાં રાષ્ટ્રધર્મ જૈન જ હોવો જોઈએ.”
મહાન સંપ્રતિની આજ્ઞા સર્વેએ સપ્રેમ માન્ય કરી. જેવી રીતે ભરતાધિપ વાસુદેવ કે પ્રતિવાસુદેવની આજ્ઞા ત્રણે ખંડના એના સામંત મસ્તક ઉપર ધારણ કરે છે. એમની અખંડ આજ્ઞામાં શંકા કરવાને પણ કઈ સામંતની તાકાત નથી હોતી. દરેક મુગુટ બદ્ધ સામંત રાજાઓએ મહાન સંપ્રતિની આજ્ઞા મસ્તકે ચડાવી અને તેઓ જૈન થઈ ગયા.
પિતાના રાજમહાલય આગળ રથમાં રહેલા ભગવાનને પૂજીને સંપ્રતિ પિતાના આત્માને ધન્ય માનતો છતો સામંતે સાથે વરડામાં ગયે થોડીવારે તે પછી રાજા પિતાના મહેલમાં ચાલ્યો ગયો.
વરઘોડે ત્યાંથી આગળ આગળ ચાલ્યો અને દરેક ભાગમાં ફરતા ફરતા પિતાની સમૃદ્ધિથી જૈનધર્મની વિજય ધ્વજાઓ ફરકાવતો પિતાના સ્થાનકે ગયે.
એ ચૈત્યમહોત્સવ પૂર્ણ થયા પછી સંપ્રતિની અનુજ્ઞા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com