________________
( ૨૪૬) દાયક ન થઈ. જેથી મરણ પામીને એક પલ્યોપમને આયુર્વે અસુર કુમાર દેવ થયે; છતાં એ જીવ ઘણો સારો હોવાથી ત્યાંથી આવીને મહાવિદેહક્ષેત્રમાં મનુષ્યપણે જન્મી દીક્ષા અંગીકાર કરીને મોક્ષે જશે.
પ્રકરણું ૩૦ મું.
રથયાત્રામાં. સંપ્રતિ રાજા પ્રતિ દિવસ ગુરૂ મહારાજની પાસે આવી ધર્મશ્રવણ કરવા લાગે. હમેશાંના શ્રવણ માત્રથી એના મલીન સંસ્કારોનો નાશ થતાં એનું હૃદય શુદ્ધ થયું. ધર્મતત્વ એનામાં પરિણમ્યું. સંઘ, યાત્રા, તિર્થભકિત વગેરેથી જેન શાસનની શોભા વધારતા પોતાના આત્માને શુદ્ધ કરવા લાગ્યો. તીર્થકર એજ દેવ, સાધુ એજ ગુરૂ અને અરિહંત ભગ વંતે કહેલે ધર્મ એજ મારે પ્રમાણ છે. એમ દ્રઢ નિશ્ચય પૂર્વક રાજાએ સમકિત અંગીકાર કર્યું. પંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતનું સ્વરૂપ ગુરૂ પાસેથી યથાર્થ પણે સમજીને બારવ્રત ધારી શ્રાવક થયે. ત્રણે ખંડની લક્ષ્મીથી શોભતો સંપ્રતિ ત્રિકાલ જીનપૂજા કરતા સ્વજનોની જેમ સાધમનું વાત્સલ્ય કરવા લાગ્યા. નિરપરાધી જીવોની દયા પાળવામાં પ્રીતિવાળે, દાન દેવામાં તત્પર સંપ્રતિ દીન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com