SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૪૩). પ્રાતમા દીઠી. એને લાગ્યું કે આ મૂળ મૂર્તિ નથી. વળી અહીયાં હમેશાં પુતળીની માફક ખડી રહેનારી સુવર્ણ ગુટિકા દાસી પણ નથી. તેમજ મારા હાથીઓના મત પણ ગળી ગયા છે. નક્કી ચંડપ્રદ્યોત અહીં આવીને મૂર્તિ અને દાસી બનેને ઉપાડી ગયો.” ઉદાયન કોપથી આકુળવ્યાકુળ થઈ ગયે. દશ મુગુટબંધી રાજાઓ સહીત સકલ સૈન્ય તૈયાર કર્યું. ને અવંતીપર ચડ્યો. પ્રદ્યોત પણ આ સમાચાર સાંભળતો પિતાના લશ્કર સહીત એની સામે દોડી આવ્યા. બન્ને વચ્ચે મહાભયંકર યુદ્ધ થયું. પ્રદ્યોત હાથી ઉપર બેસી લડતો હતે ઉદાયન રથમાં હતે. ઈરાદાપૂર્વક એકબીજાના લેહીના તરસ્યા એમણે પોતાની ચાલાકી બતાવવામાં ખામી રાખી નહી. બાણાવળી ઉદાયને તીક્ષ્ય બાણેથી હાથીના ચારે પગ ભરી દીધા. ગજરાજ અનિલવેગ પીડાને નહી સહન કરતો પૃથ્વી ઉપર તુટી પડયે. ચંદ્રપ્રદ્યોત જેવો ઉઠીને સાવધ થવા જાય છે એટલામાં ઉદાયને રથમાંથી કુદકો મારી એના કેશ પકડ્યા ને બાહુ યુદ્ધ કરી એને બાંધી લીધો અવંતીના સૈન્યમાં હાહાકાર થઈ રહ્યો. ઉદાયને પ્રોતના લલાટપર તપાવેલી લેઢાની સળાથી દાસીપતિ”એવા અક્ષરે લખાવ્યા ને પીંજરામાં પુર્યો. ઉદાયન રાજા અ૫ પરિવાર સહીત અવંતીના રાજદરખારમાં આવ્યા, ત્યાંથી રાજમહેલમાં આવીને પ્રતિમાનાં દર્શન કર્યા. એમની સ્તુતિ કરી પ્રતિમા લેવાને ઘણું મહેનત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034944
Book TitleMahan Samprati athwa Jain Dharmno Digvijay
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1926
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy