________________
(૨૧૮). બહુ દુ:ખ થતું. અને એકદમ ઉદાસ થઈ જતો. જાણે ચીડાતો હોય એમ જણાતું. જ્યારે એનું કારણ એને પૂછવામાં આવતું કે–“રાજકુમાર ! આવા મોટા રાજ્યના તમે વારસ છતાં ઉદાસ કેમ જણાએ છે?”
ત્યારે સંપ્રતિ દાદાજીને કહે કે “દાદાજી? તમે બધું જીતીને બેસી ગયા, મારે માટે કાંઈયે જીતવાનું ન રહેવા દીધું ?” એનાં આવાં બાળ વાકથી રાજા અને મંત્રીઓ બધા. મનમાં ખુશી થતા.
બાલ્યાવસ્થાનાં વિવિધ તોફાન કરતાં સંપ્રતિ પિતાને કાલ વ્યતિત કરતો હતો. તિષ્યરક્ષિતા પણ હવે ડાહી થઈ ગઈ હતી. ઘરડે ઘડપણ એ પણ પાપનું પ્રાયશ્ચિત કરતાં પોતાને સમય વ્યતીત કરતી હતી. મહેંદ્રરાજા થાય કે સંપ્રતિ, એ બધું એને મન હવે સરખું હતું. જે સંપ્રતિ માટે એણે મોટું તોફાન એક દિવસ જગાવ્યું હતું. આજે એમાં પરિવર્તન થઈ ગયું હતું. આજે તો સંપ્રતિ જ એની આશાનું સ્થાન હતો. એને જોઈને તે પોતાની આંખે ઠારતી હતી.
ચંદાના પ્રયત્નથી સુનંદાએ કુણાલના અંધત્વનું મૂળ કારણ શોધી કાઢયું હતું. અને એ કારણથી હમેશાં એને પિતાને દુ:ખ થતું હતું. આજે એણે ઘરડે ઘડપણ પાછી સુખની ઘડી જોઈ હતી. જો કે કુણાલ તો રાજ્યભ્રષ્ટ થયો હતો છતાં કુણાલના પુત્ર સંપ્રતિ ને રાજ્ય મળેલું જોઈ એની છાતી હર્ષથી ગજગજ ઉછળતી હતી. જે આશા ઉપર મદાર બાંધીને તે દિવસે વ્યતીત કરતી હતી તે બધું એને કૃતકૃત્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com