________________
( ૧૮૯) “ગુરૂવર ! આપણું ધારણું બધી ધૂળ મળી ગઈ. જોયું ને?”રાણુએ શરૂઆત કરી.
કઈ ધારણા વારૂ !” અજાણ્યો થઈને સાધુ બો.
શું એટલીવારમાં તમે ભૂલી ગયા કે? આંખ ફડાવી એક પીડા પતાવી તો વળી બીજી પાછી ઉભી થઈ! મહારાજે તો પેલા આંધળાના દિકરાને રાજ્ય પણ આપી દીધું.”
“એથી શું? મહારાજે એમાં ખોટું શું કર્યું છે? એ બધું મારી મરજીથી થયું છે. ” સાધુ મર્મમા બોલ્ય.
“એટલે ! તમારી મરજી કેમ ! મહારાજ? મહેંદ્ર તે તમારે દિકરો કહેવાય ! તમારા દિકરાના હિતમાં તમારે તત્પર રહેવું જોઈએ.”
“મહેદ્ર મારો દિકરો ! છટ? શું તું મને મીઠાં મીઠાં વચનથી છળવા આવી છે.” તિષ્યરક્ષિતા ! હોંશીયાર ! હું એક વખત તારા વચનમાં લોભાઈ ગયે હવે નહી ? મહેન્દ્ર તો અશોકનો દિકરો ! એમાં મારે શું ? ” સાધુએ તિષ્યરક્ષિતાના કાન ચમકાવ્યા.
તમારે કેમ શું ? એની કાળજી તો તમારે જ રાખવી પડશે. એ સંપ્રતિને રાજ્ય મહારાજે કેમ આપ્યું હશે તે તમે જાણે છે કે?”
એમાં જાણવું'તું શું વળી! તમને કહ્યું નહીં રાણી છેકે મારી મરજીથી એ બધું બન્યું છે. આજસુધી ભવિષ્યના પડદામાં છુપાયેલું તેજ આજે પ્રગટ થયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com