________________
૧૯
મહાન સંપ્રતિએ મહાન પુરૂષ મૌર્યવંશમાં થયેલા હોવાથી ઇતિહાસને અનુલક્ષીને મૌર્યવંશીય પ્રથમ પુરૂષ ચંદ્રગુપતથી લઈને બિંદુસાર, અપક, કુણાલ ને સંપ્રતિ સુધીને ઈતિહાસ આ નવલકથામાં રસ ભરી શૈલીથી તમારી આગળ પ્રગટ થશે ચંદ્રગુપ્તને વિષમ સંજોગોમાં રાજ્ય મળવું તેને પ્રધાન ચાણક્ય બ્રાહ્મણ હોવા છતાં જેન ધર્મ ઉપર તેની અચળશ્રદ્ધા, એની ચતુરાદ, રાજ્ય ચલાવવાની કુનેહ, એનાં અદભૂતકાર્ય એ બધું સવિસ્તર આ ઈતિહાસમાં રજુ થશે. તેમજ બિંદુસાર એના સમયમાં ખટપટને અંગે ચાણકયે કરેલું અનશન, બિંદુસારનો પશ્ચાત્તાપ તેમજ અશોકનાં અદભુત પરાક્રમ કાર્યોની સંકલના પણ અમે જાળવી રાખી છે. કે જેથી વાચક આ નવલકથામાં રસપૂર્વક ભાગ લઈ શકે. અશોકને પુત્ર કુણાલ, બાળપણમાં એને મળેલી યુવરાજપદ સહિત અવતિની સમૃદ્ધિ, સાવકી માતાનું જોર, એ ઈર્ષાને પરિણામે બાળકુણાલને અંધત્વ, સમ્રાટ અશોકને સંતાપ, કુણાલના સહનશકિત એની પ્રભુભક્તિ અને છેવટે કુણાલના પત્નિ શરદકુમારીથી થયેલો મહાન સંપ્રતિ નો જન્મ, કુણાલનું ગવૈયાના વેશમાં પિતાના દરબારમાં આવવું, સમ્રા ટના વરદાનમાં રાજ્યની માગણી, એ બાલ સંમતિને પિતામહે કરેલ રાજ્યાભિષેક, અપરમાતાની નિરાશા, ખટપટ, પ્રપંચ અને એનું પરિણામ, આખરે દુઃખમાંથી સુખ થતાં થએલો ધર્મનેજય અને અન્યાયને માર્ગે ચાલનારાઓને શિરપાવમાં મળેલી નિરાશા એ સર્વે તમને આ નવલક્થામાંથી પ્રાપ્ત થશે.
સંપ્રતિ ચરિત્ર, પરિશિષ્ટ પર્વ, ઉપદેશપ્રાસાદ, જેન પ્રાચિન અર્વાચિન ઈતિહાસ, જૈન ધર્મને પ્રાચિન ઇતિહાસ, વગેરે અનેક ઐતિહાસિક પુસ્તકના આધારે આ કથા લખાયેલી છે.
જે મહાન સંપ્રતિને ઘેર ત્રણ ખંડનું સામ્રજ્ય છતાં જેનેતર અતિ હાસમાં તે એમનું નામ પણ જોવાતું નથી. મહાન અશોક, ચંદ્રગુપ્ત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com