________________
(૧૪) લના ગામમાં ચોમાસુ રહયા. જેમના પરિચયમાં કુણાલ અને શરનશ્રી તેમજ તેમનું આખું કુટુંબ આવ્યું. ચારેમાસના એમના સતત ઉપદેશને પરિણામે કુણાલ અને શરતશ્રીની પ્રભુ ભકિન સુવર્ણમાં કુંદન શોભે એમ સનતત્વના રંગે રંગાઈ કેવળ શુદ્ધ ઉચ્ચ ભાવનામય થઈ ગઈ. મુનિએ પિતાની વિદ્વતાથી અનેક શંકાઓનું સમાધાન કરી કુણાલને જૈન ધર્મમાં સ્થિર કર્યો. એ વૈરાગી કુણાલનું મન સાધુ વ્રત પાલવા માટે ઘણુંય નલસી રહયું, પણ મુનિયે એમને સમજાવી શાંત કયા કે “તમારે ગૃહસ્થ પણેજ બની શકે તેવી સ્થીતિમાં ધમાંરાધન કરવું. આંખે વગર જીવ દયાનું કામ બની શકે નહી ને એથી ઉલટું ચારિત્રની આરાધના કરવા જતાં વિરાધના થવાના સંજોગો બને, માટે ગૃહસ્થપણામાંજ જૈનધર્મનું આરાધન કરે ! ધર્મ પસાયે સૈ સારૂ થશે.”
પ્રભુ ! મારે હવે સારૂં શું ને ખોટું શું ! જીવનમાં મારે કાંઈ આશા નથી-લાલસા નથી. મારે સમય આત્મકલ્યાણ માટે જાય એજ મારે માટે હવે શેષ કર્તવ્ય છે!” સુરદાસ કુણાલે કહયું.
આત્મ કલ્યાણ કરવું એજ માનવ જીવનની સાર્થકયતા છે. અનેક ખટપટથી ભરેલા ચકવતી જેવાના મહાલમાંપણ જે શાંતિ નથી એવો શાંતને અપૂર્વ સ્વાદ આત્મ તત્વના અભ્યાસી ત્યાગીને હોય છે. ધર્મના અભ્યાસીને મરણને પણ ભય હોતાં નથી. સુખમાં દુઃખમાં પોતે કરેલો ધર્મબંધુની
માફક એની મદદ કરે છે. માટે ધર્મનું આરાધનકરજે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com