________________
( ૧૪૬) છતાં ગમે તે રીતે સમજાવી મહારાજ અશેક માતે એનાં લગ્ન કરાવી દીધાં હતાં.
બાળા શરતશ્રીની ઉમર અત્યારે અઢાર વર્ષની હતી. રાજકન્યા છતાં એનામાં ઉદ્ધતાઈ કે ઉશંખલતા નહોતાં. કુમારી અવસ્થામાં તેના ગમે તે વિચાર હોય છતાં અત્યારે તે સાદાઈમાં જ એણે મહત્તા માની હતી. અંધપતિની ભક્તિ અને મન સર્વસ્વ હતું, સુનંદાને શરતશ્રી સાસુ પ્રમાણે માન આપી એનોવિનય સાચવતી હતી. સેવાને જ એણે પિતાને ધર્મ માન્ય હતે. જેમ ગાંધારી ધૃતરાષ્ટ્ર ઉપર ભકિતમાન હતો. સુકન્યા
ચ્યવનરૂષિની ભકિત કરી પ્રભુમય જીવન ગાળતી હતી. તેમ વર્તમાન કાળમાં શરતશ્રી એ બીજી સુકન્યા કે ગાંધારી હતી.
જે બેચાર દાસીઓ હતી એમાં એનાજ જેવી સત્યને માગે ચાલનારી ને કુણાલ ઉપર ભકિતવાળી એને દુઃખે દુ:ખી ને સુખે સુખી ચંદા નામે દાસી હતી. જેનું નામ અને કામ સમજાઈ ગયું છે. અંદાજે કે તરણ હતી છતાં એ ચકેર અને બુદ્ધિમાન હતી. વાતવાતમાં બીજાને જીતી લેવાની, વશ કરવાની, એના હૃદયમાંથી ગુપ્તમાં ગુપ્ત વાત પણ કઢાવવાની એની કળા ન્યારી હતી. ચંદા તે ચંદાજ હતી. કુણાલના અંધત્વ માટે પણ એ જુવાન બાળાનું હૈયું ડંખતું હતું. જેથી એને વિશ્વાસ એગ્ય ધારીને સુનંદાએ સત્ય શોધવા માટે ચંદાને અવંતી રવાને કરી હતી. એ ચંદાએ અવંતીમાં શું કર્યું. એ આપણે જોઈ ગયા છીએ. શ્યામાના હૈયામાં પેસીને એણે કેવી યુક્તિથી વાત કઢાવી લીધી ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com