________________
(૧૧૫) પ્રકરણ ૧૪ મું.
એકજ ભૂલ. આહાર સત્યાનાશ? શું થઈ ગયું ! મારા એક નજીવા પ્રમાદથી કેવું ભયંકર ઘોર કૃત્ય થઈ ગયું. હા ! પ્રભુ! વિધિ ! આ જુલમ: મારા પ્રમાદને ધિક્કાર થાઓ ? મારી એ ચપળતાને ફિટકાર થાઓ ! કે ફરીને મેં એ કાગળ વાંચી ન જોયે? હા? દેવે કે દગો દીધે ! અરે એ પ્રાણાધિક પુત્રનું મેં પિતા થઈને શિશ કાપ્યું. એની ઉગતી જંદગીનું સત્યાનાશ વાળ્યું. એની નવીન આશાઓનું નિકંદન કર્યું. મારે કયા જન્મનું પાપ ફળ્યું. એની માતાએ મરતાં મરતાં મને કેટલીય ભલામણ કરેલી, એ બધી આજે વ્યર્થ થઈ. એને સ્વર્ગમાં રહેલો આત્મા મારી ઉપર શ્રાપ વરસાવતે હશે. કેટલી બધી મને કદુવા આપતો હશે. હાય ! ઘણું જ ખોટું થયું ! હવે શું ઉપાય ? આખું રાજ્યપાટ આપતાં હવે એ ગયેલી આંખો ફરીને કણ મેળવી આપે ! દિકરા ! મેં તારા પિતા થઈને કેવું શત્રુનું કામ કર્યું ! કલિંગ દેશની આફત લીધાનું પાપ મને અહીં ને અહીં જ ફન્યું. અથવા તે પેલા નરક સ્થાનમાં બૂરે મોતે માર્યા ગયેલા કઈ છનું પાપ મને અહીં જ પ્રગટ થયું ! હા ? વિધિ? વિધિ ! મારી સર્વે ઓશાઓ તેં નાશ કરી નાખી. હવે એ વત્સ રાજ્ય ભેગવવાને અનધિકારી થયે. અરે એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com