________________
( ૧૧ ) રોકાઈ એથી નંદન સાથે વાત કરવાની એને ઠીક તક મળી ગઈ. નંદન સાધુ સમાધિમાંથી જાણે જાગ્યો હોય એવા ડોળ કરતા બે.” આવો ! આવો ! મહારાણજી ! પધારો!”
ગુરૂજી! આપ ખુશીમાંને ? ” મહારાણી મૃદુ હસતાં બેલી.
હા તમને જોતાં વેળી વિશે?” સાધુએ પણ મીઠાસથી જવાબ આપે.
“ગુરૂવર ! આપ કાંઈ આજે પ્રસન્ન છે ખરુંને ? ”
હા ! તમારૂં અનુમાન સત્ય છે.” છે કાંઈ નવીન સમાચાર ? ”
તમારાજ લાભની વાત છે મહારાણીસાહેબ! તમારું કાર્ય મેં સિદ્ધ કર્યું છે. બુદ્ધ ભગવાનની કૃપાથી થોડા દિવસમાં એનું પરિણામ જોશે ! જ્યાં સુધી એનું પરિણામ ન જણાય ત્યાં લગી હું પણ એનાજ પ્રયત્નમાં છું? ”નંદન સાધુએ હાંકવા માંડયું.
આહા? શું આપ મારા કાર્યની એટલીબધી કાળજી રાખે છે કે રાત દિન એની પછવાડે મહેનત કરે છે!” રાણી પ્રસન્ન થતી બેલી.
એમાં નવાઈ શું ! તમારું કાર્ય મારે કરવું જોઈએ. શું તમે મને તમારાથી જુદો સમજે છે! ભલે તમારા મનમાં હોય! બાકી અમે તે કોઈનું બાવડું થોભીયે નહીં ને થાભીયે તે સંસારથી પાર ઉતારીયે તે પછી આવી નજીવી બાબતોને તો અમારે મન હિસાબજ શો હાય ! ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com