________________
( ૯ ) રાજને માટે કાંઈ શુભ સમાચાર મોકલ્યા હશે. આજના આનંદમાં તે વૃદ્ધિ કરનાર થશે.” સામંત માધવસિંહે-અર્થનીના હાકેમે કહ્યું અને દૂતને પ્રવેશ કરવાનો હુકમ આપે.' પ્રતિહારી નમન કરી ચાલ્યો ગયો. અપ સમયમાં દૂત મંદ મંદ ડગલાં ભરતો યુવરાજના સિંહાસન પાસે આવીને નમે. પંચાંગ પ્રણિપાત કરી સમ્રા અશોકવર્ધનની મહેર છાપવાળો લોટ યુવરાજના હાથમાં આપ્યો. પિતા તરફનો એ પિનાને માટે શુભ સંદેશે યુવરાજે મસ્તકે ચડાવી માધવસિંહને આપે. માધવસિંહે ધડકતે હેયે એ લખેટ કેડી અંદરથી મહારાજ અશોકના હાથથી લખેલો કાગળ કાઢીને મંત્રીધરના હાથમાં આપ્યો અને વાંચવાને ફરમાવ્યું.
આનંદમાં મસ્ત થયેલી સભા અત્યારે શાંત હતી. નૃત્ય તથા સંગીતની કળા દેખાડીને થાકી ગયેલી વારાંગનાઓ હમણું ક્ષણભર વિશ્રામ લેતી હતી. ઉત્સુક હૈયે સભાના દરેક . નાગરિકે એ ખુશખબર જાણવાને આતુર હતા. “આહા? સમ્રાટ્રને પ્રાણાધિક પુત્ર? જેને ખુદ સમ્રાટ પોતે જ હાથે કાગળ લખે, એવા પ્રાણપ્રિય પુત્ર માટે સમ્રાટે કાગલમાં શું લખ્યું હશે?”
હજારે ઉત્સુક હૈયાની જીજ્ઞાસાને વધારતાં મંત્રીએ એ કાગલ મનમાં વારી લીધો ને એનું માં પડી ગયું. ચાર માધવસિંહ તથા બીજા મંત્રીઓ સમજી ગયા કે “કાંઈ દાળ માં કાળું છે. સમાચાર સારા જણાતા નથી” ધડકતે હૈયે અને મુશ્કેલી માધવસિંહે પૂછયું. “પ્રધાનજી? શું સમાચાર છે?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com