________________
( ૨ ) નિદ્રામાં સુવાડયા. છતાં પાછા બીજે દિવસે નવા કલિંકવાસી
ઓ પોતાની સ્વતંત્રતાને માટે અશકની તલવારના ઘા ઝીલવાને બહાર આવતા.
ત્રણ ત્રણ વર્ષનાં વ્હાણું કલિંગવાસીઓ સાથે યુદ્ધ કરતાં વહી ગયાં છતાં અશકની તલવાર સામે કલિંગવાની નરવીરોનું વૈર્ય અડગ હતું. કલિંગનાં દરેક દેશાભિમાની રત્નો આ યુદ્ધમાં હમેશને માટે માતાની ગોદમાં પિઢી ગયાં હતાં પરતંત્રતા કરતાં મરવું એમને પ્રિય હોવાથી રણસંગ્રામમાં આવીને શત્રુના માણસને મારતાં તે પોતે પણ મરનાં હતાં. ત્રણ ત્રણ વર્ષને અંતે આખરે કઈ શૂરા પુરૂષે ન હોવાથી એ બહાદુર પ્રજાનું ધૈર્ય ખુટી ગયું ત્યારે છેવટે કેશરીયા કરી પોતાનું સામટું બળ બતાવવાને એ પ્રજાએ નિર્ણય કર્યો જેથી એક દિવસે એ બહાદુર પ્રજા કેશરીયાં કરી અશોકની તલવાર સામે પડકાર કરતી એની ઉપર તુટી પડી. બન્ને વચ્ચે તુમુલ યુદ્ધ થયું પણ મહાન અશોકની વિશાળ સેના આગળ એ મુઠીભર પ્રજાનું શું ગજું? પિતાની વીરતાનો પરિચય કરાવી એ બહાદૂર પ્રજાના કેટલાક શૂરા દ્ધાઓ હમેશની મીઠી નિદ્રામાં સૂતા. અને યુદ્ધનો અંત આવ્યો.
વિજયી અશોકે લશ્કર સહિત કલિંગની રાજ્યધાનીમાં પ્રવેશ કર્યો ત્યાં એણે શું જોયું શહેરમાં લાખો મુડદાં પડેલાં હતાં લાખ માણસે અન્ન પાણું વગર તરફડીને મરી ગયાં હતાં, એક લાખ તે એણે યુદ્ધમાં જ કાપી નાખ્યા હતા. અને દેઢ લાખ કલિંગવાસી એની છાવણીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com