________________
(૮૦) એ પ્રમાણે વિચાર કરી મહા ઉગ્ર બુદ્ધિવાળા ચતુર ચાણકયે શ્રેષ્ઠ ગંધને ગમંત્રાદિકથી સંસ્કારિત કરીને એક લખેલા ભેજપત્ર સાથે એક ડાબલામાં ભર્યો. તે ડાબલે લાખથી બરાબર બંધ કરી તેણે એક પેટીમાં મુક્યો તે પેટીને સે તાળાં વાસીને પિતાનું સર્વસ્વ હોય એમ એને ઘરના અંદરના ભાગમાં રાખી.
ત્યાગની ઈચ્છાવાળા એ મનસ્વી ચાણાયે પિતાનું ધન સાતે ક્ષેત્રમાં વાવરવા માંડયું. મિત્ર અને સંબંધીજને ઉપર તેમની ચેગ્યતા મુજબ ઉપકાર કર્યો. નિરાશ્રિત, દીન અને દરિદ્રીઓને દયાથી દાન આપીને કુટુંબીજનેની પણ વ્યવસ્થા કરી. તે પછી મહા વેરાગી એવો ચાણા શહેરની બહાર એક સુકા છાણવાળા ઢગલા પાસે આવ્યા ત્યાં એક સ્થળ ઉપર બેસી જીવનના કર્તવ્યનું એણે પ્રતિક્રમણ કરવા માંડયું. કરેલાં પાપને પસ્તાવો કરતાં એણે સર્વે પાપ સ્થાનકો હમેશને માટે વાસરાવી દીધાં. ચાર શરણ અંગીકાર કરતો અને ચોરાશી લાખ છવાની સાથે ખમતખામણુ કરતે કાયાને સિરાવી અનશન કરીને રહ્યો.
ચાણક્યની આ હકીકત ધાવમાતાએ જાણું કે તરતજ એ સજા પાસે દેડી આવી. રાજા પણ ચાણકયની હકીકત સાંભળીને વિચારમાં પડી ગયું હતું તેને એકદમ સાવધ કરી બેલી, “હે વત્સ ! તને જીવિતદાન તથા રાજ્ય આપનાર આ મહામંત્રી ચાણક્યનું તે અપમાન શામાટે કર્યું ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com