SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ વેરથી વેર કદી શમતાં નથી, ઉલટાનાં વધે છે, એ સૂત્ર શીખવાનું શ્રેણ માટે હજી બાકી હતું તે દુપદે એને શીખવ્યું. કોણે કરેલ અપમાનને બદલો લેવા માટે દુપદે યજ્ઞ માંડ. તેને સંતાન ન હતાં. પુત્ર ન હતો. યજ્ઞ કરીને દ્રોણને નાશ કરી શકે એ પુત્ર પ્રાપ્ત કરો એવી પદની અભિલાષા હતી. મહાભારત કહે છે કે એ યજ્ઞવેદીમાંથી “દેવ જેવો જવાલાવણું, ઘરરૂપ, કિરીટી, ખગધારી, ધનુષ્યબાણુસંપન્ન,” એ એક પુરુષ પ્રગટ થયે, અને તરત જ રથમાં બેસીને રથને એણે દોડાવ્યો. અને પાંચાલવાસીઓએ “ધન્ય છે, ધન્ય છે ! ” એવા હર્ષનાદો કરી કરીને કોણવધ માટે ઉત્પન્ન થયેલ એ રાજકુમારને વધાવી લીધું. આ પછી વેદીના મધ્ય ભાગમાંથી એક કુમારી પ્રગટ થઈ. મહાભારત કહે છે કે સુભગા દર્શનીયાંગી, કટિતવી, મનોરમા, શ્યામ, પદ્મ-પલાસાક્ષી, નીલ-કુટિલ-કેશિની મનુષ્યરૂપ ધારીને ઉતરી અમરાંગના, નીલ પદ્મ સમે ગધ આવે છેજન દ્રથી, એવી અનુપમ કાયા ધરી ઊતરી સુંદરી, એ સુશ્રોણ જન્મતા માં વાણું આકાશમાં થઈ આ કૃષ્ણા, કામિનીષ્ઠા, ક્ષત્રિય-શમ-કારિણું. આવી દ્રૌપદીને જોવાનું, અને પરણવાનું પણ મન પાંડવોને થયું હોય, તો એમાં આશ્ચર્ય શું હતું ? મહાભારત કહે છે કે દ્રૌપદીની વાત સાંભળીને પાંડ “શલ્યવિદ્ધ ” જેવા, જાણે કોઈ કા હદયમાં ભેંકાઈ ગયો હોય એવા થઈ ગયા. તેમનાં મન અસ્વસ્થ થઈ ગયાં. કુન્તીએ પોતાના પુત્રોની આ બેચેની જોઈ અને તેમના સૌના મનની, વાત, એક શાણી માતા તરીકે, તેમની પાસે બીજે સ્વરૂપે રજૂ કરી. કુન્તીએ કહ્યું: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy