________________
૨૦૮
વાયુવેગે ઊડયા! અને જોતજોતામાં સારથિ-રથીની એ અજબ જુગલજોડી નગરની ભાગોળને ઘેરીને ઊભેલાં દુર્યોધનનાં દળોની લગોલગ થઈ ગઈ
પેલું સ્મશાન અને શમીનું વૃક્ષ પણ પાસે જ હતું, જ્યાં એક વરસ પહેલાં પાંડવોએ શસ્ત્રાસ્ત્રો સંતાડયાં હતાં.
ડુંગર ડુંગર જેવડાં અસંખ્ય મજાવાળા સાગર સમું કૌરનું એ દળ હતું. અણગણ વૃક્ષોવાળું કાઈ પ્રગાઢ અને વિશાળ વન ધીમે ધીમે વિરાટનગર ભણી આગળ વધી રહ્યું હોય – સૈનિકા, રથ, ઘોડાઓ, હાથીઓ રૂપી અસંખ્ય પગો વડે–એ એને દેખાવ હતો. ધૂળ તો એટલી બધી ઊડતી હતી કે ભલભલાની દષ્ટિ પણ એ ડમરીને ભેદી ન શકે.
કર્ણ, દુર્યોધન, ભીષ્મ, દ્રોણ, અશ્વત્થામા આદિની આગેવાની નીચે આગળ વધી રહેલ આ દળને જોતાં ઉત્તરકુમાર તો આભો જ બની ગયો. ભયને લઈને તેનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં. તે પરસેવે રેબઝેબ થઈ ગયો.
રથને પાછો વાળ, બૃહન્નલા,” અર્જુનને તેણે કહ્યું. “આવડાં જબરાં લશ્કરની સામે મારાથી શી રીતે લડી શકાય ?”
લડી કેમ ન શકાય !” અર્જુને જાણે ટીખળ કરતો હોય એવા અવાજે કહ્યું; “અંતઃપુરમાં સ્ત્રીઓ અને પુરુષ સૌની સમક્ષ મોટી મોટી વાતો કર્યા પછી હવે પાછાં શું હટાય ? તારે શું એ સૌની વચ્ચે તારી હાંસી કરાવવી છે? અને તારી વાત તો જાણે સમજ્યા, પણ મારું શું ? પેલી સેરબ્રીએ મારી -મારા સારશ્યની-આટઆટલી પ્રશંસા કરી તે સાવ ફોગટ ! ના, ના. હવે તો લડવું જ પડશે. તારાથી નહિ લડાય, તો છેવટે મારે લડવું પડશે; પણ ગાયોનાં ધણને પાછાં વાળ્યાં વગર નગરમાં તો હવે પગ નહિ જ
મૂકાય.”
પણ શબ્દોથી એમ કાઈને શૂરાતન ચઢતું હોય તો જોઈએ શું ?
“ગાયને ભલે કૌરવ લઈ જાય, અને ભલે મારી મશ્કરી થાય!” એમ કહીને ઉત્તરકુમારે તે રથમાંથી સીધે ભુસકે જ માર્યો અને સામે ઊભેલા શત્રુઓની આખી સેનાના દેખતાં નગરની દિશામાં એણે દોટ મૂકી. પણ અર્જુન તેને એમ શાને જવા દે ! રથમાંથી નીચે કુદીને એ તેની પાછળ ૧ શેક્સપિયરના “મેકબેથ' નાટકમાં પણ “ચાલતાં વન”ની કલ્પના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com