________________
૩૦૨
પણ કૂચ કરતાં પહેલાં એક વિચાર તેના મનમાં ઝબકી ગયો. આ કંક, આ બલવ, આ તક્તિપાલ અને આ ગ્રથિક-આ ચારેય લડી શકે એવા લાગે છે. (બલવનું બળ તે તેણે જીમૂતને વખતે જોયેલું હતું.) શા માટે એ ચારેયને રણભૂમિ પર સાથે ન લઈ લેવા?
અને પોતાના ભાઈ શતાનીકને તેણે આજ્ઞા કરીઃ “આ ચારને પણ આયુધ, કવચ અને રથો આપો. એ ચારેય આપણે સાથે આવશે.”
એટલે યુધિષ્ઠિર, ભીમ, સહદેવ અને નકુલ પણ વિરાટની સાથે સુશર્માની સામે ઉપડી ગયા.
અને વિરાટની રાજધાની, સુશર્માએ હસ્તિનાપુરની સભામાં કહ્યું હતું તે જ પ્રમાણે, યોદ્ધાઓ વગરની રેઢી બની ગઈ. અને અગાઉથી થયેલ સંકેત પ્રમાણે દુર્યોધને તેને ઉપર છાપો માર્યો.
મહાભારત કહે છે કે તે દિવસ અંધારી આઠમને હતો. ચોકિયાતો રાજધાની તરફ દેડતા આવ્યા. રાજવીસૂના રાજમહેલમાં તેમણે ખબર પહોંચાડી : “કૌરવોનું દળકટક સીમ પર ત્રાટક્યું છે, મત્સ્યદેશનાં ગોધનનું હરણ થઈ રહ્યું છે.”
સાથે સાથે એવા સમાચાર પણ તેમણે આપ્યા કે સેનામાં દુર્યોધન, કર્ણ, શકુનિ, દુઃશાસન ઉપરાંત ભીષ્મ, દ્રોણ કૃપાચાર્ય અને અશ્વત્થામા પણ છે.
૯૮. વિરાટનો વિજય
આ તરફ લગભગ સાંજને વખતે ત્રિગર્તા અને મ ને ભેટો થયો. બને દળોના સામસામા ધસારાને કારણે આકાશ ધૂળથી છવાઈ ગયું. યોદ્ધાઓ આંધળા બનીને લડવા લાગ્યા. થોડીક જ પળોમાં ધરતી તેમનાં આભૂષણ પહેરેલાં પણ કપાયેલાં અંગોથી છવાઈ ગઈ. લેહીનાં ખાબડાં ઠેર ઠેર સરજાઈ ગયાં. કયાંક કયાંક અનેક ખાબડાં ભેગાં થતાં લોહીની નાની સરખી નદી પણ નિરમાઈ જતી.
મધ્યાકાશમાં સાતમને અર્ધ-ચંદ્ર ઊગ્યો. પોતે સજેલી સંહાર-લીલાને હવે સ્પષ્ટ જોઈ શકતા યોદ્ધાઓ પ્રસન્ન થયા.
સુશર્માને વિરાટ પર જમાનાજની દાઝ હતી. કીચક અને એના ભાઇએને કારણે એ અજેય જેવો હતો, ત્યારે, કદાચ આ ત્રિગર્તા પર તેણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com