________________
૩૦૦
પણ ઉપેક્ષા ન કરી શકાય, તો પછી પાંડવો જેવા રણકુશળ શત્રુઓની ઉપેક્ષા તો થાય જ શી રીતે ! ”
ટૂંકમાં એ બધા વડીલોનાં ભાષણ આજની ભાષામાં જેને Piatitudes કહીએ છીએ એવી અસંગત નકામી સુફિયાણી વાતોથી ભરેલાં છે.
દુર્યોધનને ખખડાવીને કોઈ જ નથી કહેતું કે “એ લેકે જુગારમાં હારીને વનમાં ગયા તે વખતે વાયદો કર્યો હતો તે પ્રમાણે તેરમા વરસને અંતે તેઓ પ્રગટ થાય ત્યારે તેમનું રાજય તેમને પાછું સોંપી દે!”
છેલ્લે દુર્યોધન મોટું ખોલે છે, તેણે હવે પોતાને નિર્ણય કરી લીધું છે. પાંડવો મર્યા નથી એમ તેને પણ લાગે છે! પણ તે પછી તેઓ છે કયાં?
એક અનુમાન તેણે કરી લીધું છે. મનમાં ને મનમાં તેણે ગણતરી કરી લીધી છે.
બળદેવ, ભીમ, શલ્ય અને કીચક આ ચાર એક સરખી કક્ષાના મહાબલી યોદ્ધાઓ તરીકે ભારતમાં પ્રસિદ્ધ હતા. એ ચારમાંના એક કીચકને મધરાતના અંધકારમાં કેક અગોચર હાથે માર્યો ! એ હાથ એના કોઈ સમોવડીઆને જ હોવું જોઈએ. હવે બળદેવ અને શલ્યનો તે એ ન જ હોય; તો પછી બાકી રહ્યો એક ભીમ! માટે ભીમ વિરાટનગરમાં જ છે, એટલે કે પાંડવો મસ્યદેશમાં જ છે.
અને દુર્યોધને મર્યાદેશ પર આક્રમણ કરવાને પ્રસ્તાવ મૂકો.
૯૭. સુશર્માનો સાણસા-ધૂહ
દુર્યોધને મત્સ્ય દેશ પર આક્રમણ કરવાનો વિચાર જાહેર કર્યો તેની સાથે જ ત્રિગર્તાને રાજા સુશર્મા, જે મોટેભાગે, શકુનિની જેમ, હસ્તિનાપુરની રાજસભામાં જ પોપાથર્યો રહેતો, તેણે તે વિચારને ટેકે આયે. એક નવી યોજના પણ તેણે રજૂ કરી. તે યોજના એ હતી કે દુર્યોધન વગેરે મસ્ય દેશ ઉપર ચઢાઈ કરવા નીકળે તેને આગલે દિવસે તેણે પોતે પોતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com