SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ તૃપ્તિની વૃત્તિ માણસમાં સાહજિક છે અને આ સેર-બ્રીમાં માણસને ઉશ્કેરે, ઉત્તેજે, વિક્વલ બનાવે એવું રૂપ છે ! એટલે તેઓ દોડયા રાજા પાસે ઃ यथा सैरन्ध्रीदोषेण न ते राजन्निद' पुरम् । विनश्येतेति क्षिप्र तथा नीति विधीयताम् ॥ “સૈરબ્રીને દેશે તારું આ પુર વિનાશ ન પામે એવું કંક કર!” વ્યભિચારીઓને રોકવાની વાત નથી; ગુનેગારોને સખ્ત રીતે દેડવાની વાત નથી; નારીને ધુતારી ઠરાવીને ગામમાંથી હાંકી કાઢવાની વાત છે! હવે વિરાટને ફેંસલો સાંભળો. ખાનદાની અને ભીતિનું વિચિત્ર મિશ્રણ છે એમાં ! એ ફેસલો તે પોતાની રાણી સુદેણું મારફત કહેવડાવે છે: કૃપા કરીને તું તારી ઈચ્છામાં આવે ત્યાં જતી રહે; તારા ગંધર્વોની અમને બીક લાગે છે. ” નગરના રાજમાર્ગો પર જતી સેરબ્રીનું ચિત્ર વ્યાસજીએ બહુ જ હદયદ્રાવક રીતે દોયું છે: “તેનાં અંગે અને વસ્ત્રો, તે તાજેતરમાં જ ન્હાઈ હતી તેથી, ભીનાં હતાં. તેને જોતાં વેંત પુષોએ ચારે દિશાઓમાં નાસભાગ શરૂ કરી. ગંધર્વોની બીકે એમની વિચારશકિતને હરી લીધી હતી. કેટલાક તે તેને જોઇને આંખ જ મીંચી દેતા હતા.” પાંચાલીએ રસોડાના દ્વાર પાસે ભીમસેનને બેઠેલે જોયો. તેની સાથે ખુલી રીતે તો વાતચીત થઈ શકે એમ નહોતું, પણ સંકેતમાં તેણે તેને સંબો ઃ “જેના વડે મારી મુકિત થઈ, તે ગંધર્વરાજને નમસ્કાર!” પછી નર્તનાગાર પાસે આવતાં તેણે રાજકન્યા ઉત્તરાને નૃત્ય શીખવી રહેલ અજુનને જોયે- (કીચકના મૃત્યુને નિમિત્તે શાળામાં રજા નહિ હોય?) પણ તે પહેલાં તે નર્તનાગારની કન્યાઓએ તેને જોઈ લીધી હતી. સેરન્ધી તરફ એ છોકરીઓને સહાનુભૂતિ હતી એટલે બહાર નીકળીને તેમણે દુષ્ટ કીચકના ત્રાસમાંથી છૂટયા બદલ તેને અભિનંદન આપ્યાં. | દરમિયાન અર્જુન પણ બહાર આવી ગયો હતો. તેણે પૂછ્યું : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy