SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ કથાકારની કલાદ્રષ્ટિ પણ કેટલી સપ્રમાણ છે! જેની સ્ત્રીલેલુપતાએ થોડીક ક્ષણેને માટે સારાસારનું ભાન ભૂલાવીને વસિષ્ઠની સુરભિનું અપહરણ કરવા પ્રેર્યો હતો તેની પાસે બીજા જન્મમાં સ્વેચ્છા-સ્વીકૃત અખંડ નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરાવ્યું. ૩. ગંગાનું સંવનન ઇવાકુના વંશમાં દુષ્યતના પુત્ર ભરત પછી થોડીક પેઢીએ હસ્તિ નામને રાજા થયો જેણે हस्तिनापुर स्थापयामास આ હસ્તિનાપુરમાં, હતિ પછી વિકુંઠન, અજમીઢ, સંવરણ, કુર, વિદૂરથ, અરુગ્વાન, પરીક્ષિત, ભીમસેન, પ્રતીપ એમ અનુક્રમે રાજાઓ થયા. આ પ્રતીપ શિલિવંશની સુનન્દાને પર. ત્રણ પુત્રો એને થયા. તેમાં પહેલો દેવાપિ બાલ્યાવસ્થામાં જ અરણ્યવાસી થતાં વચલો શંતનુ સિંહાસનને સ્વામી બન્યો. આ શંતનુના જન્મના સંગે પણ સમજવા જેવા છે. પહેલે પુત્ર દેવાપિ કુમળી વયમાં જ સંન્યાસી થઈને વનમાં ચાલ્યો જતાં મહારાજ પ્રતીપ બહુ ઉદાસ થઈ ગયા. હવે તેમની અવસ્થા પણ ઠીક ઠીક થઈ હતી. એટલે પત્ની સાથે વનમાં જઈને તેમણે પુત્રાર્થે તપ જયારે ભારતના એક આ તપનું ફળ તે સંતનુ. તેને મૃગયાને ભારે શોખ. એકવાર ગંગા તટના કઈ વનમાં તે મૃગયા રમી રહ્યો હતો, તે વખતે તેણે એક સ્ત્રીને દીઠી. આ સ્ત્રીની રૂપસંપત્તિ એટલી બધી અસાધારણ હતી કે મહાભારત કહે છે કે એ રૂપનું નેત્રો વડે પાન કરતાં રાજા ધરાય જ નહિ. पिबन्तीव च नेत्राभ्यां नातृप्यत नराधिपः । સામેથી પેલી સ્ત્રીની પણ એવી જ સ્થિતિ હતી. મહાતેજસ્વી સંતનુને જોતાં એની આંખે જાણે ધરાતી નહતી. આંખે મળી એની સાથે બંનેનાં હદયો પણ એક થઈ ગયાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy