SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ તા વિરાટના રાજ–પ્રાસાદના ગાયનાચાર્ય અને નૃત્યાચાર્ય થવાની છે. પણ રાજમહેલના એકાંતમાં પુરુષ-નૃત્યાચાર્યને (બાર મહિના રહેવા દેવાની વાત બાજુએ રહી,) પ્રવેશ પણ કાણુ આપશે ? અર્જુને આને પણ વિચાર કરી રાખ્યા છે. પાંચ વર્ષ પોતે સ્વર્ગમાં ઇન્દ્ર પાસે રહ્યો હતા તે દરમિયાન ઉર્વશીએ તેને સંગીત-નૃત્યાદિ વિદ્યામાં નિપુણ કર્યા હતા. તેની સાથે એક વરસના નપુ ંસકત્વની સખ્ત પશુ તેણે તેને કરી હતી (શાપ આપ્યા હતા). એ સજા આજે તેના માટે એક મહાન આશીર્વાદરૂપ બની ગઇ. બૃહન્તલા એવા નામ સાથે ગાયન-વાદન-નૃત્યના એક ષઢ (નપુંસક) અધ્યાપક તરીકે વિરાટના રાજ–પ્રાસાદમાં ગાવાઈ જવાની પેાતાની ધારણા અર્જુને જ્યારે રજુ કરી ત્યારે ચારે ભાએ અને દ્રૌપદીના વિસ્મયના પાર જ ન રહ્યો. અને એવા જ વિસ્મય સૌને તે વખત થયા જ્યારે, હજારાના નમન ઝીલવા ટેવાયેલી ગ–ગૌરવ-મડિતા રાજરાણી દ્રૌપદીએ પોતે વિરાટની પત્ની સુંદાની “સર શ્રી' બનીને, અંગત પરિચારિકા બનીને વિરાટના રાજમહેલમાં ગેાવાવા માગે છે એવી પાતાની બાજી છતી કરી. આમ છ ચ્ છ જણું વિરાટના રાજમહેલમાં ખાવાઈ ગયાં. જગતને નિસ્બત છે ત્યાં લગી જાણે કદી જન્મ્યા જ નહાતાં ! જાણે એકાએક તેમના પગતળેની ધરતી ફાટી અને પળના પાંચમા ભાગમાં તેએ હતાં ન હતાં થઈ ગયાં ! અને એ તા કહેવાઈ જ ગયુ` છે કે તેમની સાથે વનવાસનાં વરસે। દરમિયાન જે રસાલા હતા, તેાકર ચાકર, રથા, સ્ત્રી, બ્રાહ્મણો વગેરે હતાં તે બધાંને તા તેમણે કયારના ય બે ભાગમાં વહેંચીને રવાના કરી દીધા હતા. અડધા ભાગને દ્વારકમાં, અડધા ભાગને દ્રુપદ રાજાના પાંચાલ દેશમાં. સૌને કહેવામાં આવ્યું હતું, ‘પાંડવા એક સવારે અમને મુકીને ચાલ્યા ગયા એટલું જ કહેલું. પણ એવી સૂચના ન કરી હાત તા પણ તે લેાકેા શી બાતમી આપી શકવાના હતા? તેમને કશી ખબર જ નહેાતી અને તેમાંના કાઈ એકાદને ખબર પણુ હેાત તા પણ વનવાસનાં બાર બાર વરસોનાં અપાર કષ્ટો જેમને ખાતર પાત સ્વેચ્છાપૂર્વક સહન કરેલાં, તેમના પ્રત્યે ખૂટલાઈ કરવાનુ સ્વપ્ન પણ તેને `કમ કરીને આવત ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy