________________
૨૭૬
ભાટચારણ પાસેથી વાર્તાએ અને પ્રશસ્તિએ સાંભળવામાં જાય છે. કક' જેવાને રાજસભામાં ‘સભાસ્તાર' તરીકે જલદીથી નાકરી મળી જાય છે. એનું આ જ કારણ છે.
.
રાન્નનુ રસાડ઼ એ કંઈ કાઇ અસામાન્ય સ્થળ નથી. છતાં ભીમસેનની નિમણૂક તથા કામગીરી કઈક આશ્ચર્ય ઉપજાવે એવી જરૂર છે. ભીમસેન, વ્યાસજી લખે છે, સુપ બનાવવામાં ઘણા કુશળ હતા અને તેમાં પણ એ ભૂલવું ન જોઇએ કે એ રૂપા તથા વિરાટના રસેાડામાં તૈયાર થતી ધણીખરી વાનગી પશુઓના માંસમાંથી જ બનાવાતી. ટૂંકમાં દૂધ, ઘી અને માંસ એ રાતે તથા પ્રજાને આહાર હતા. ભીમસેન પાતાને બાકીને વખત પશુઓને લડાવવામાં અને ાઈ કુસ્તીબાજ એની સામે ઉતારવા તૈયાર હોય તે કુસ્તી કરવામાં કાઢતા અને વિરાટ પેાતાના આ રાજરસાયાની આ વધારાની સિદ્ધિ જોને આનંદ પામતેા.
હવે સૈરન્ધીની વાત કરીએ. રાણીએ અને શેઠાણીએ પેાતાની અંગત શુશ્રૂષા માટે દાસીઓનાં ઝુંડનાં ઝુંડ નભાવતી. રાણીએને નવડાવવી, તેમને કેશકલાપ જુદી જુદી કલામય રીતે ગૂથી દેવા, તેમના આંખે'ડા માટે ફૂલની અને મેાતીની વેણીએ તૈયાર કરવી, તેમને માટે કાજળ અને કંકુ તૈયાર કરવાં, તેમના શરીરના મનને માટે સુગધી તેલ અને પીડીએ તૈયાર કરવી, ભમ્મર પાંપણ હેાઠ માટે યાગ્ય રંગાનાં મિશ્રા તૈયાર કરવાં, -ટૂંકામાં તેએ રૂપાળાં હોય તેા વધુ રૂપાળાં દેખાય અને રૂપાળાં ન હોય તા પણ અળખામણાં ન લાગે એવી રીતે વેશભૂષામાં તમતે સજ્જ કરવાં એ તેમનું ખાસ કામ રહેતુ. પુરુષો પણ કાઈ વખત આવી સૈરન્ધીને લાભ લેતા. એકંદરે સૈરન્ત્રીઓની આ વ્યવસ્થા જોતાં એમ ચોક્કસ લાગે છે કે મહાભારતકાળના સ્ત્રી-પુરુષા શારીરિક સૌન્દર્યું. અને સજાવટની બાબતમાં આધુનિક સ્ત્રી-પુરુષો કરતાં જરાય ઊતરે તેવાં તે નહેાતાં જ.
૮૬. અધેરી નગરી
વિરાટ રાજાના મત્સ્યદેશની પસંદગી પાંડવાએ એક વરસના અજ્ઞાતવાસ માટે શા માટે કરી તે અંગે થેાડેા વધુ વિચાર કરીએ.
પહેલું કારણ તા, અલબત્ત, એ છે કે વિરાટ હસ્તિનાપુરને પાડાશી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com