________________
બેઠેલ ઇન્દ્રનું વજ પણ વૃથા સાબીત થાય છે એવા આ નકુલ અને સહદેવ, બધા ય નીચી મુંડ કરીને બેઠા રહ્યા,
હસ્તિનાપુરની રાજસભામાં, અને મારે આ કેશકલાપ........... ચારેય : અમે મોટા ભાઈની પાસે લાચાર હતા... યુધિષ્ઠિર અને હું ધર્મની પાસે લાચાર હતો... દ્વપદી : અને હંમેશા રહેવાના ! યુધિષ્ઠિરઃ હંમેશા નહિ; ફકત એક વરસ માટે, હવે! આવતી કાલથી
અજ્ઞાતવાસનું આપણું વર્ષ શરૂ થાય છે, જે વીત્યા બાદ દુર્યોધન
પાસે આપણા રાજ્યની આપણે માગણી કરીશું.... ભીમ : (મશ્કરીમાં) મિક્ષ નં દ ! યુધિષ્ઠિર તું ભલે દાઢમાંથી બોલે, અત્યારે, ભીમ, પણ ધર્મ અને ભિક્ષાનું
દેહિ” એ બે જુદી વસ્તુઓ છે તે તું આવતે વરસે, આજથી ત્રણ સે ને એકસઠમે દિવસે બરાબર જોઈશ; કાં તે દુર્યોધને આપણું રાજય આપણને પાછું સોંપવું પડશે, કાં તો દુર્યોધનનું માથું એના ધડથી જુદુ થશે!
[ છેલ્લા ચાર શબ્દો બધા જ ભાઈઓ સાથે-દુનિયા
સમક્ષ પ્રતિજ્ઞા કરતા હોય એવી રીતે ગઈને બાલે છે. ] યુધિષ્ઠરઃ શાન્તિ ! શાન્તિ ! સારું છે કે આટલામાં કાઈ તેરમો કાન નથી,
નહિતર.......... ભીમ : નથી કેમ ? આ પ્રવક્તાજી છે ને! યુધિષ્ઠિર પ્રવકતાજી એ તેરમો કાન નથી, ભીમ, એ તો આપણું સૌનું
સઘા અંતઃકરણ છે. એ બોલે છે, ત્યારે આપણને પણ મહામુશ્કેલીએ સંભળાય છે. દુનિયાની તો વાત જ શી ! પણ હું એમ કહેવા જતો હતો કે આટલામાં કાઈ સાતમો માણસ નથી એટલું સારું છે, નહિતર તમારી આ ગજના એટલી બધી વિકરાળ હતી કે આપણે આ અજ્ઞાતવાસ શરૂ થતાં પહેલાં જ છતાં થઈ જાત અને કરાર પ્રમાણે બીજાં બાર વરસ આપણને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com