SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫ એકમેકમાં ગુંથાઈને ઊભેલાં ઘટાદાર વૃક્ષાની છાયામાં અસંખ્ય સારસયુગલેથી ગેાભતું એક જળાશય તેણે જોયુ... અને તે દાડયા-પાણી લેવા, અને પીવા. પણ તળાવમાં હિલેાળા મારતાં નીરને જેવા તે સ્પર્શી કરવા જાય છે તેવા જ તેના હાથે વીજળીને એક આંચકા અનુભવ્યા અને “ આ શું ? ” એવા વિચાર તેના મનમાં ઉદ્દભવ્યો કે તરત જ કાઇ અદીઠ સત્ત્વ માનવીના અવાજે કંઇ ખેલતુ હેાય એવા તેને આભાસ થયા. એ અદી સત્ત્વ તંતે ઓળખતું હતું; અને એ અવાજ તેને ચેતવણી આપતા હતાઃ “દૂર રહેજે પાણીથી, માદ્રીપુત્ર ! જ્યાં સુધી મારા પ્રશ્નોનેા જવાબ તું નહિ આપે ત્યાં સુધી, ન એ પાણી તું પી શકીશ, ન એ પાણી તું તારા ભાઓ માટે લઇ જ શકીશ, ’’ પણ અવાજ શમ્યા અને ખીજી જ પળે નકુલને લાગ્યું કે એ માત્ર તેના તરસ્યા મનની કાઈ માયાજાળ જ હતી ! અને નીચે મૂકીને તેણે પાણી પીવા માંડયું અને પીતાં વેંત તે ઢળી પડયા. અહીં ચારે ય ભાઈએ નકુલના પાછા ફરવાની વાટ જોતા હતા તે વાટ નેતા જ રહ્યા. ઘણા લાંખા વખત વીત્યા બાદ યુધિષ્ઠિરે સહદેવને તેની તપાસ કરવા મેાકલ્યે, અને સહદેવની પણુ બરાબર આ જ દશા થઈ. આ પછી યુધિષ્ઠિરે અર્જુનને મેાકલ્યા. તળાવને કાંઠે પહેાંચતાં વેંત તેણે બંને ભાઈઓને ત્યાં ઢળેલા દીઠા : પણ તરસ તેને એટલી ઉત્કટ લાગી હતી કે પાણી પીવાની વૃત્તિને તે રોકી શકયા નહિ. પણ પાણીને સ્પર્શી કરે તે પહેલાં જ તેણે પેલી આકાશવાણી સાંભળી. પણ આ તો અર્જુન, સહદેવ કે નકુલ નહિ ! કાને પડતા નક્કર શબ્દા મનની ભ્રમણા છે એમ એ શી રીતે માને! પ્રજ્ઞા એની પરિપકવ હતી. બુધ્ધિ એની પ્રમાણુશાસ્ત્રના નિયમેા પ્રમાણે કામ કરનારી હતી. કાં છે, તેા કારણુ હોવું જ જોઈ એ, ભલે તે દેખાતું ન હેાય, એવી તેની ખાતરી હતી. બાણા કાઢી ધનુષ્યમાં પરાવી તેણે ચારેકાર શરવર્ષા કરવા માંડી–પ્રચ્છન્ન શત્રુને સામી છાતીએ મેદાનમાં આવી જવા પડકારવા માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy