SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩ ૭૭. વિષ્ણુયાગ પછી કણે દુર્યોધનના મનની દેાર પૂરેપૂરી પેાતાના હાથમાં લીધી. દુર્યોધનની બધી જ નબળાઇઓને તે સમજતા હતા. પાંડવાને દ્વેષ એ દુર્યોધનના જીવનનું ધ્રુવ-પદ હતું. પાંડવાએ દિગ્વિજય કરી, આખાયે જંબુદ્રીપમાં પેાતાના ડંકા વગડાવી પછી રાજસૂય યજ્ઞ કર્યા હતા, તેવી રીતે દુર્યોધન પાસે પણ એક વિષ્ણુયાગ કરાવવા એવા તેણે નિશ્ચય કર્યો; અને પછી તેના પહેલા પગથિયા લેખે ભીષ્મની ખે–મેાટે નિંદા કરી, દિગ્વિજયાથે નીકળવાની દુર્ગંધન પાસે અનુજ્ઞા માગી. કર્ણે કયા કયા દેશે પર વિજય મેળવ્યેા તે વ્યાસજીએ આપણને કઇંક વિગતથી કહ્યું છે. પહેલાં તેા તેણે દ્રુપદ ઉપર આક્રમણ કર્યુ અને તેને હરાવ્યા અને તેની પાસેથી ખંડણી ઉધરાવી. પછી ઉત્તર દિશામાં ભગદત્ત રાજાને, હિમાલય-પ્રદેશના તમામ નૃપતિને અને છેલ્લે નેપાલના નરેશને હરાવ્યા. પછી પૂર્વમાં અંગ, વંગ, કલિંગ, મિથિલા, વગેરે પાસેથી ખંડણીએ વસૂલ કરી. પછી વત્સભૂમિ, મેાહનપુર, ત્રિપુરી અને કાસલ પ્રદેશએટલા પર વિજય મેળવીને દક્ષિણ તરફ આવ્યા. ત્યાં કિમને હરાવ્યેા. ત્યાંથી પાંડય અને કેરળ, ત્યાંથી પછી અવન્તી અને ત્યાંથી છેવટે વૃષ્ણીએની (શ્રીકૃષ્ણના બાંધવજ્રને) સાથે મળીને પશ્ચિમના રાજવીઓને પણુ તેણે પેાતાના વશમાં આણ્યા. દેશ તે વખતે સેકંડા રાજ્યેા વચ્ચે વહેંચાયલેા હતેા, અને એક એક રાજ્ય, છુટું છુટું, વશ કરવું કેટલું સહેલું હતું તે એક એક રાજા, વ્યકિત -ગત રીતે ગમે તેટલા પરાક્રમી હેાવા છતાં પાડેાશી રાજાએાના પ્રગટ અસહકાર અને પ્રચ્છન્ન દુશ્મનાવટને કારણે આક્રમકની સામે કેવા અસહાય બની જતા તે આ ઉપરથી જોઇ શકાય છે. દિગ્વિજય કરીને ક હસ્તિનાપુરમાં આવ્યા ત્યારે દુર્ગંધનના આનંદને પાર ન રહ્યો. અવળી મતિના એ માનવીને તે એમ જ થયું કે— << ભીમે, દ્રોણે, કૃપાચાયૅ અને ખાલૢિ પણ મારી આટલી મેાટી સેવા કદી કરી નથી. હું, હું ક, હવે તારા વડે સ–નાથ છું. પાંડવેા તે તારી પાસે પૂર્ણ ચંદ્રની પાસે ખીજની ચંદ્રલેખા હોય, તેવા પણ નથી ! 23 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy