________________
૨૪૧
દેવા સમજાવશે, અને ત્યારે પોતે જાણે એમના કહેવાથી જ પાતાની મમત જતી કરી રહ્યો હેાય એવા દેખાવ કરીને પાતે જ પેાતાની આસપાસ વણેલી જાળમાંથી છૂટી જશે અને બન્યું પણ તેમ જ.
એક છેલ્લા પ્રયત્ન કરી જોવાના ઇરાદાથી કર્યું દુર્યોધન પાસે આવ્યા; અને તેને ખભે હાથ મૂકીને હસતાં હસતાં કહેવા લાગ્યા ઃ
“ એક છેલ્લી વિનતિ છે, મહારાજ.''
મેલે.
..
“ હું આપના માટે નહિ, પણ મારા માટે, મારે ખાતર, આપ આ આપઘાતની વાત છેાડી દે! એમ ઇલ્લું છું.”
દુર્યોધન મૂંગા રહ્યો. કના સંભાષણને ઝેક હજુ એનાથી સમજાત ન હતા.
દ
મારી ખાતરી છે કે તેર વરસને અંતે આવનારા યુદ્ધમાં કે તે પહેલાં પણ અર્જુન સમેત પાંચેય પાંડવાને હું નાશ કરી શકીશ. અર્જુને નવાં શસ્ત્રાસ્ત્ર સાધ્યાં છે, તેમ હું પણ નવાં શસ્ત્રાસ્ત્રાની સાધના કરવા માગું છું. મને તક આપા, મહારાજ, મારી તાકાતની કસેટી કરવાની. વિજય અંતે . આપણે છે એમ મારું મન મને કહે છે. તમારે માટે તે જીવન અને મરણુ બંને સરખાં છે તે હું જાણું છું; પણ મારા માટે, તમારું જીવન અત્યંત જરૂરી છે.
,,
અને દુનિયા જાણે છે તેવી તેવી દુર્ગંધને કÖની આ વિનંતિને માન્ય
રાખી.
૭૬. ભીષ્મની લાચારી!
હસ્તિનાપુરમાં ભીષ્મ બધી વાતોથી વાકેફ હતા.
ઘાષયાત્રાને બહાને દુર્યોધન, પાંડવા જે વનમાં રહેતા હતા ત્યાં ગયા, ત્યાં ગંધર્વાને હાથે તેનેા પરાજય થયા, તે પકડાયા, યુધિષ્ઠિરે તેને એ બંધનમાંથી મુકત કરાવ્યા, ભેાંઠા પડેલા દુર્ગંધને પછી આપઘાત કરવાને નિશ્ચય કર્યો, અને છેલે કર્યું અને શકુનિએ તેને તેના એ ભીષણ નિશ્ચયમાંથી દૂર હઠાવીને જીવતા જાગતા પાછા હસ્તિનપુર આણ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com