SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧ અને આ પ્રકરણને આરંભે મૂક્યા છે એવા સવાલો યુધિષ્ઠિરને અજગરે પૂગ્યા અને યુધિષ્ઠિરના જવાબથી સંતુષ્ટ થઈને ભીમને એણે છોડી મૂક્યો. અને જાતે પણ અજગરપણામાંથી છુટીને નહુષ-પદને પામ્યો. એ જ એના શાપને પરિહાર (શાપમુકિતની ચાવી) હતો. અને પોતાના ભુજબળની પાસે સમગ્ર જગતને તુચ્છ તૃણવત્ લેખનાર ભીમ આ અપૂર્વ અનુભવથી વિનમ્ર બનીને યુધિષ્ઠિરની સાથે વૃષપર્વાને આશ્રમે આવ્યો. અને ત્યાંથી પછી પાંડવો ધીમે ધીમે હિમાલયના ગિરિપ્રદેશમાંથી ઉતરીને સપાટી ઉપર આવ્યા. ૭૧ પુનર્મિલનને દિવસ કામ્યક વનમાં પગ મૂકતાં જ પાંડને લાંબા સમયના વનવાસમાંથી જાણે વતન પાછા ફરતા હોય એવો અનુભવ થયો. સુપરિચિત વને, સુપરિચિત ઝરણું, સુપરિચિત શૈલ અને સુપરિચિત સરિતાઓ! સૌથી વિશેષ તે સુપરિચિત જ માત્ર નહિ, પણ અરસપરસ આદર અને સ્નેહની બેવડી ગાંઠેએ બંધાયેલા મનુષ્યો બ્રાહ્મણોનાં વૃન્દોનાં વૃદ્ધે જ તેમને મળવા આવે. ખબર-અંતર પૂછી જાય, નવાજની કહી જાય. આવી સ્થિતિમાં પાંડવો કામ્યક વનમાં આવી ગયા છે એ સમાચાર છાના કેમ રહે! પાંડવોને તે છાના રાખવા નહોતા; (અજ્ઞાતવાસનું વરસ દૂર હતું) અને કદાચ, તેઓ છાના રાખવા માગતા હતા તે પણ, શ્રીકૃષ્ણથી તેમના અંગેની કોઈ પણ માહિતી છાની ન રહે એવી જ તેમની ધારણા હેત. ગમે તેમ, પણ કામ્યક વનમાં આવતાં વેંત પાંડવોને ખબર મળ્યા કે દ્વારકાથી શ્રીકૃણ તેમને મળવા આવી રહ્યા છેસાથે સત્યભામા પણ છે. પાંડવોના આનંદનો પાર ન રહ્યો. શખ્ય અને સુગ્રીવ એ નામના બે ઘડા જોડેલ અને દારૂક નામના તેમના વિશ્વ-પ્રસિદ્ધ સારથિ વડે હંકારાયેલ રથની રજ યુધિષ્ઠિર આદિએ દૂરથી દીઠી કે તેઓ શ્રીકૃષ્ણનું સામૈયું કરવા માટે અધીર બનીને તે રથની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy