________________
૨૧૯
અને ભીમ ચાલ્યો. પેલા આર્ણિણ મુનિએ જે રસ્તા પર પગ મૂકવાની * પ્રાણને જોખમે’ ના પાડી હતી તે રસ્તે. હવે મહાભારતના જ શબ્દોમાં કથાને આગળ વધારીએ
તે મહાબલી નિર્ભયતાપૂર્વક અને નિઃશંકપણે ગિરિરાજ તરફ ચાલવા લાગ્યા; જાણે કેાઈ મત્ત કેસરી કે મદગળ માતંગ ન ચાલતો હોય ! નહોતી લાનિ, નહોતું બીકણપણું, નહાતી વ્યગ્રતા. થોડી વારમાં તે એક મહાભયંકર, એક કેડીવાળા અને અનેક તાડ જેવા ઊંચા શિખર પાસે આવ્યો. અને તેના પર ચઢવા લાગ્યું. કિન્નરો, મહાના, મુનિઓ, ગંધ અને રાક્ષસે સૌ જતા રહ્યા અને જોતજોતામાં તે શિખરની ટોચે પહેચી ગયો. ત્યાં તે ભરત શ્રેષ્ઠ કુબેરને મહેલ જોયો. સોનાનાં ને આરસનાં મંદિર. સુવર્ણને કેટ.... રો વડે ઝગમગ ઝગમગ... ફરતા બગીચા..
ચારે બાજુઓએ વિલાસિનીઓ નૃત્ય કરતી હતી...
હાથને થોડે વાંકે વાળી ધનુષ્યની અણુએ ટેકવીને ભમ ખેદપૂર્વક ધનપતિ કુબેરની તે નગરી જેવા લાગ્યો.”
“ખેદપૂર્વક” શબ્દ વ્યાસજીએ સહેતુક જ વાપર્યા છે અહીં ! ભીમ કંઇ પ્રકૃતિ–સૌન્દર્ય જોવા માટે નહોતો આવ્યો. અને તે પોતાનું અડગ, અજોડ, સાહસ–શૌર્ય દાખવવું હતું. “અશક્ય ” ના પડકારને ઝીલ હતા. | કુબેરના મહેલની બરાબર સામે ઉભા રહીને તેણે શંખ કુંક. શંખનાદ સાંભળીને સેંકડા રક્ષકે તેની સામે ધસી આવ્યા, અને આવ્યા તેની સાથે જ ગદાનો માર ખાઈ ખાઈને નાઠા અને થોડાક વખતમાં તો અલકાપુરીના હદય સમા એ વિસ્તારમાં રીડિયા–રમણ મચી ગયું. એક અજાણવા માણસથી ડરીને સેંકડો યક્ષ-રાક્ષસો નાસી રહ્યા છે એ જોઇને કુબેરને ખાસ મિત્ર અને આ બધા ચેકીદારોના ઉપરી મણિમાન્ નામે રાક્ષસ દોડી આવ્યા.
નાસી રહેલ રક્ષકદળને થંભાવીને સંગઠિત કરવાના તેણે પ્રયત્નો કર્યા, પણ વ્યર્થ. આખરે તે એક જ ભીમની સામે થશે.
અને થોડા જ વખતમાં કુબેરને એ પરમ વફાદાર સેવક, કુબેરના જ આંગણામાં, કુબેરના સેંકડો સૈનિકોની આંખો સામે ભીમને હાથે મૃત્યુ પામ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com