________________
૧૬
કેટલી મર્માળી વાત કરી છે, યુધિષ્ઠિરે! જગતમાં જટાસુરની ખોટ નથી. પરાઈ સંપત્તિને હરવા માટે તેઓ અનેક જાતના ફરેબ રચે છે. તેમને સૌને અહીં ચેતવવામાં આવ્યા છે જાણે, કે મૂરખાઓ, તમે એમ માને છે કે તમે મૂલ્યવાન વસ્તુઓનું હરણ કરીને શ્રીમંત થઈ રહ્યા છો, પણ હકીકત એ છે કે સૌથી વધુ મૂલ્યવાન એવો જે “ધર્મ' તેનું તમારા જીવનમાંથી હરણ થઈ રહ્યું છે ! ક્ષણિક વસ્તુઓને મેળવવાની તમારી ધૂનમાં તમને યાદ નથી રહેતું કે એક સનાતન વસ્તુ તમને હાથતાળી દઈને ચાલી જાય છે.
ધર્મેચ રાક્ષસા મૂમ્ એ શબ્દો યુધિષ્ઠિરે અહીં જટાસુરને કહ્યા છે. પૃથ્વી પર તારા જેવા રાક્ષસે છે, માટે જ ધર્મની જરૂર છે, એમ એ કહેવા માગે છે? કે પછી “ધર્મની રક્ષા કરે એ જ ખરે રાક્ષસ” એવી રાક્ષસ શબ્દની કઈ પ્રાચીન વ્યાખ્યા હશે, જેનું આમાં સૂચન છે?
જે હે તે; પણ યુધિષ્ઠિરે અહીં મનુષ્યની જે પ્રશસ્તિ ગાઈ છે તે નંધપાત્ર છે. એ કહે છે;
“દેવ, ઋષિઓ, સિદ્ધો, પિતૃઓ, યક્ષ, ગંધર્વો, રાક્ષસ, પક્ષીઓ, પશુઓ, સૌ મનુષ્યને આશરે છે.... મનુષ્ય સૃષ્ટિનું કેન્દ્ર છે. પણ તેમાંય વળી અમે તે..
અમે રાતણા ગોપ્તા રક્ષનારાં જતાં, જડ
ર૮ રાષ્ટ્ર પડે, તેને સંપત્તિ ક્યાંથી, કયાં સુખ?” માથે આવું ઘર સંકટ હોવા છતાં ખુદ એ સંકટ ઊભું કરનારને શાંતિથી બોધ આપવા જેટલી સ્વસ્થતાની પાછળ યુધિષ્ઠિરની જે નૈતિક તાકાત છે તે ખરેખર અદ્ભુત છે. આ નૈતિક તાકાતથી અને હવે તેના પાશમાંથી મુક્ત થયેલ સહદેવના આક્રમણથી જટાસુર દિક્યૂઢ જેવો બની ગયો છે ત્યાં તે ભીમસેન આવી પહોંચે છે અને એને હાથે હણાયેલા બકાસુર જેવા અસુરોની નામાવલિમાં એકને ઉમેરે થાય છે.
૬૬. સીમા ઓળંગી અર્જુનને મળવાની તાલાવેલી પાંડવોને હિમાલય ઉપર ખેંચી લાવી છે. દિવ્યાત્રાની સાધના અર્થે સ્વર્ગમાં સિધાવતી વખતે એણે કહ્યું હતું ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com