________________
૨૦૯
મનુષ્ય તો બુદ્ધિમાન અને દયાસંપન્ન હોય છે. શું તને ધર્માધર્મને વિવેક નથી? અથવા વડીલે પાસેથી પ્રાપ્ત કરવી જોઈતી સંસ્કૃતિ તે નથી પ્રાપ્ત કરી ? કે પછી કેવળ નાદાનીના તાનમાં તું આ બધે રંજાડ કરી રહ્યો છે? તું છે કે? શા માટે અહીં આવ્યો છે? ક્યાં જવા માગે છે? આ તો દેવલોકને માર્ગ છે. આ માર્ગ સિદ્ધો સિવાય કોઈ જઈ શકતું નથી. આ હું તને કહું છું તે તારા પ્રત્યેના કરણાભાવથી પ્રેરાઈને. આગળ જવામાં મૃત્યુ નિશ્ચિત છે. માટે અહીં, આ મબલખ ફળે છે તે ખાઇ પેલી તળાવડીનું અમૃત પાણી પી, કરવો હોય તેટલો આરામ કરીને તું પાછો વળી જા !”
હનુમાનના આખા ભાષણમાં તેનું વાત્સલ્ય ભારોભાર તરવરે છે. ઠપકે છે, પણ મા પોતાના વહાલા સંતાનને આપે તેવ. કંઈક દર્દ પણ છે. હનુમાનની ઉંમર અને એમને અનુભવ, અને એમની રામભક્તિ જોતાં આ સ્વાભાવિક છે.
હનુમાનનાં આ વચનની ભીમ ઉપર ઠીક ઠીક અસર થાય છે. કંઈક ઠંડે પડીને તે પોતાની ઓળખાણ આપે છે. અને પછી વાનરને રસ્તામાંથી આઘા ખસી જવાનું કહે છે.
એ તો નહિ બને” હનુમાન દઢતાથી જવાબ આપે છે. “આ માગે મોત છે.”
મેત હોય કે જિંદગી; મારે આ જ રસ્તે જવું છે. પોતાની મેળે તું નહિ ઉઠે, તે મારે તને ઉઠાડવો પડશે.”
હવે હનુમાન જરા નાટક કરે છે. એ કહે છે : “મારામાં ઉઠવાની શક્તિ જ નથી તે આ મારા પુછડાને જરા આઘું ખસેડીને તું ચાલ્યો જા.”
ભીમને ચીઢ ચઢે છે. આ દોઢડાહ્યા વાંદરાને પૂછડેથી ઉંચકીને હિમાલયની કન્દરાઓમાં કયાંક ફેંકી દેવાની એને પ્રબળ ઈચ્છા થાય છે.
તેણે ડાબા હાથે પૂછડું પકડયું. આ બુટ્ટા અને માંદલા પ્રાણના પૂછડાને હલાવવામાં જમણા હાથની શી જરૂર !
પણ આ શું? પુછડું ચતું નથી. જાણે વજનું હોય એમ જરા પણ મચક નથી આપતું. ભીમ હવે અકળાય છે! બને હાથે પકડીને પોતાનામાં
છે તેટલું બધું જ જોર લગાવે છે. પણ વ્યર્થ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com