SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ હિમાલયનું આકર્ષણ આપણા પૂર્વજોને આદિકાળથી જ છે. પાંડવોને તે એ તેમના બાલ્યકાળથી જ જાણે સાદ કર્યા કરતો હતો. તેમને જન્મ જ હિમાલયમાં આવેલ વનમાં થયો હતો. લાક્ષાગૃહમાંથી બહાર નીકળ્યા બાદ જે વરસે એમણે, માતા કુતી સાથે, ભારતભરમાં ભમવામાં કાઢયાં હતાં, તેમાં થોડોક ભાગ હિમાલયના ઢોળાવો પર પણ તેમણે ગાળે હતા. શકુનિના કપટ–પાસાથી પરાજિત થઈને વનમાં આવ્યા પછી વહાલામાં વહાલા અર્જુનને તેમણે આ જ રસ્તે મોકલ્યો હતે; અને એટલે જીવનયાત્રાની પૂર્ણાહુતિ વખતે પણ તેઓ અહીં જ આવવાના છે. આપણે તેમને છેલ્લે જોયા ત્યારે તેઓ કામ્યક વનમાં હતા. ત્યાંથી ફરતા ફરતા તેઓ સૌરાષ્ટ્ર તરફ ગયેલા. પછી બલદેવ સાત્યકિ વગેરે યાદવવીરોને તેમની પિતા પ્રત્યેની હાર્દિક અને પ્રચંડ સહાનુભૂતિ માટે આભાર માની, કૃષ્ણની વિદાય લઈને તેઓ ઉત્તર તરફ આવવા નીકળ્યા હતા. સૌરાષ્ટ્ર અને ગંગાકાર (હરદ્વાર) વચ્ચે આવેલ અસંખ્ય તીર્થોમાં દર્શનસ્નાન કરતાં કરતાં આજે આખરે તેઓ હિમાલયની તળેટી સુધી આવી પહોંચ્યા હતા. ભીમની દરમિયાનગીરી પછી યુધિષ્ઠિરને કંઈ જ કહેવાપણું ન રહ્યું. ચારે ય પાંડવો અને પાંચમી પાંચાલી, અને તેમની સાથેના, ધૌમ્ય અને લોમશ એ બે મુનિઓની આગેવાની નીચેને બ્રહ્મસમુદાય-સૌએ હિમાલયઆરહણ આદર્યું. - હરિદ્વારથી બદરીકેદાર સુધીને રસ્તો એ રસ્તો નથી, એક મનહર દિવાસ્વપ્ન છે. ગંગા તો તમારી સાથે જ હોય, હંમેશા; અને તે પણ તમે જેને મળવા જઈ રહ્યા છે, એને મળીને હું આવી છું!” એવા સાત્વિક અભિમાન સાથેઃ હસતી, ધસમસતી, દૂર દૂરથી આવતા અનેક પ્રપાતો અને સ્ત્રોતોને અંતરમાં સમાવતી. એને, માનવમંગલ અર્થે નીચે ઊતરવાનો રસ્તો, એ જ આપણે, આપણું આત્માના ઉદ્ધારને અર્થે ઉપર ચઢવાનો રસ્તો, પણ ચઢતાં પગ લપસ્યા, તો સીધા નીચે, મૃત્યુની પાતાળખીણમાં ! પછી હાડકું યે હાથમાં ન આવે. આજના યાત્રીને પચાસ વરસ પહેલાંના યાત્રીને વેઠવી પડતી હાડમારીને ખ્યાલ ન આવે; તે પછી હજારો વરસ પહેલાંના યાત્રીઓની હાડમારીનું તે પૂછવું જ શું! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy