SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ ડામાં રાજી થઈ જનાર દેવગણના ધન્યવાદ ઉપર ભયંકર રોષભરી એક નજર ફેકી ઉર્વશીએ નૃત્યની ગતિને દૂત બનાવી. એ રોષભરી નજરે અને નૃત્યમાં અચાનક આવેલી દુતતાએ વાતાવરણમાં કોઈ નવી માદકતા પાથરી દીધી. એક ક્ષણમાં આ શું થઈ ગયું એ જોવા માટે અર્જુને પોતાની આંખો સહેજ ઊંચી કરી... અને તે જ ક્ષણે, તેની આંખોએ, નૃત્ય-રમણે ચઢેલી ઉર્વશીની કાયાની આરતી ઉતારવા માંડી. અને પછી તો અર્જુન સૌંદર્યના તોફાને ચઢેલા એ સાગરમાં જાણે ખવાઈ જ ગયે ! - ઉર્વશીએ ઇન્દ્ર સામે જોયું, અને અર્જુન સામે જોયું અને પ્રસન્નતાસુચક એક દૃષ્ટિથી પિતાની સર્વશ્રેષ્ઠ અસરાને શાબાશી આપી. ઉર્વશીને પિતાનું જીવન આજે કૃતાર્થ થતું લાગ્યું. નૃત્ય પૂરું થયા પછી દેવરાજે એને ખાનગીમાં બોલાવી અને સ્વર્ગમાં ઉદાસ અને એકાકી જીવન ગાળતા પોતાના પુત્ર અર્જુનની ખિદમતમાં જવાને આદેશ આપ્યો. સ્વર્ગવાસ દરમ્યાન સદૈવ ઉદાસ રહેતા અર્જુન, અગર જો કોઈના હૈ સંગથી કૈક પ્રસન્નતા અનુભવશે, તો તે આ એક ઉર્વશીના જ, એ વાતની ઇન્દ્રને ખાતરી થઈ ગઈ હતી. અર્જુન પિતાના શયનખંડમાં સૂવાની તૈયારી કરતો હતો, ત્યાં દ્વાર પાળે આવીને ખબર દીધીઃ “ઉર્વશીજી આવે છે.” “અત્યારે ?” અર્જુને સહેજ ચેકીને પૃથા જેવું કર્યું. પણ દ્વારપાળ તે ખબર આપીને ક્યારનોય અદશ્ય થઈ ગયા હતા. ઉર્વશી અત્યારે આટલાં મોડાં શા માટે આવતાં હશે, –એ વિચારમાં અર્જુન હજુ ગળકાં ખાતો હતો ત્યાં તે “આવું કેમ ?' એવા શબ્દોની સાથે ઉર્વશા ખંડમાં દાખલ થઈ ગઈ અને અર્જુન તેને કૈ પણ પૂછી શકે તે પહેલાં તો તેણે ખુલાસે પણ કરી નાખ્યો કે ઇન્દ્ર મહારાજે જાતે જ તેને પિતાના પુત્રની સેવા અર્થે મોકલી છે. મહારાજને મારા પર અનહદ પ્રેમ છે તે હું જાણું છું, દેવી ! અને આપ પણ અત્યંત કૃપાળુ છે;” અજુને લાગલે જ જવાબ આપ્યો, “પણ અત્યારે આપની સેવાની મને કશીયે જરૂર નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy