SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ નજરે નિહાળ્યું છે, મહર્ષિ વ્યાસ! યુદ્ધ શા માટે થયું, સદૈવ સદાચારમાં રહેનારા એવા તેમની વચ્ચે આવો ઘોર પારસ્પરિક ઠેષ શી રીતે જન્મ્યો, એ બધું સાંભળવાની મારી ઈચ્છા છે.” વ્યાસજી તો આ સંભળાવવા માટે જ આવ્યા હતા. દર્પ, વ, મત્સર, હિંસા, આદિના કુપરિણામો કેટલાં ભયંકર આવે છે, તે તેઓ જનમેજયને તેના પૂર્વજોને દાખલો આપીને સમજાવવા માગતા હતા. લુખાં બાધવચનોથી જે કામ ન થાય, તે આવાં ઐતિહાસિક દષ્ટાતાને અધ્યયનથી થઈ શકે એવી તેમની દઢ પ્રતીતિ હતી. એ કારણે જ તેમણે મહાભારતની આખી કથા કાવ્યબદ્ધ કરી હતી; અને એ કાવ્ય વૈશંપાયન નામના પિતાના શિષ્યને શીખવ્યું હતું. એ વૈશંપાયન પણ તેમની સાથે હતો. વૈશંપાયનને તેમણે આજ્ઞા આપી, મહાભારત સંભળાવવાની. મહિનાઓ સુધી, આમ, એ સર્પસત્ર દરમ્યાન, આ મહાભારતનું શ્રવણ સૌએ વ્યાસજીની હાજરીમાં અને વૈશંપાયનને મોંએથી કર્યું. અને એ શ્રવણ તેમને માટે એક આધ્યાત્મિક કેળવણુ જેવું બની રહ્યું. હિંસા અને પ્રતિહિંસામાંથી તેમની શ્રદ્ધા એ શ્રવણને કારણે કાઠી ગઈ. આસ્તીકની માગણના સ્વીકાર માટેની પાર્વભૂમિકા, આમ, આ મહાભારતના શ્રવણે જ સરજી આપી હતી. આસ્તીક તે એક છેલું નાટયાત્મક નિમિત્ત જ બન્યો, માત્ર! સપ. સત્ર બંધ રહ્યો તેને યશ તત્ત્વતઃ વ્યાસ રચિત અને વૈશંપાયનકથિત મહાભારતને જ ફાળે જાય છે. એવું એ મહાભારત આખું વ્યાસજીના સાનિધ્યમાં અને વૈશંપાયનને મોંએથી સાંભળવાને લહાવો મને મળ્યો, મહર્ષિઓ, એ કૈ ઓછા સદ્ભાગ્યની વાત ગણાય !” “તો હવે અમને તે મહાભારત જ સંભળાવો.” અને કુલપતિ શૌનકના દ્વાદશ વાર્ષિક સત્ર દરમ્યાન સૂત પૌરાણિકે, એટલે કે રોમહર્ષણના પુત્ર ઉગ્રશ્રવાએ અસંખ્ય મહર્ષિઓને મહાભારતકથા સંભળાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy